કડોદરા ગામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રી શ્રીમતી પાયલબેન ચૌધરીએ ગામજનો દ્વારા રજૂ કરાયેલા લોકહિતના પ્રશ્નોને માત્ર અવગણ્યા જ નહીં, પરંતુ તેને ગ્રામસભાની ઠળાવ બુકમાં દાખલ કરવાની ફરજ હોવા છતાં સીધી ના પાડી દીધી.
જ્યારે ગ્રામજનો દ્વારા સીધો સવાલ પૂછાયો કે લોકહિતના પ્રશ્નોને ઠળાવ બુકમાં કેમ દાખલ કરવામાં આવતા નથી, ત્યારે તલાટીએ કોઈ જવાબ આપ્યો નહોતો અને મૌન ધારણ કરી લીધું હતું.
પરંતુ આ કોઈ એક દિવસનો મુદ્દો નથી.
15 ઑગસ્ટ, 2025ના રોજ પણ કડોદરા ગામમાં ગ્રામસભા યોજાઈ હતી. પરંતુ તે સમયે તલાટી પાયલબેન ચૌધરીએ કોઈ પ્રચાર-પ્રસાર કર્યો નહોતો, જેના કારણે સામાન્ય ગામજનોને તો દૂરની વાત, પણ હાલના ડેપ્યુટી સરપંચ અને પંચાયતના સભ્યોને પણ ગ્રામસભાની જાણ કરવામાં આવી નહોતી.
આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત થતાં તલાટી દ્વારા લેખિતમાં જણાવાયું કે, ગ્રામપંચાયતના સભ્યોને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી.
પરંતુ વાસ્તવમાં કોઈને એવી ટેલિફોનિક જાણ કરવામાં આવી નહોતી. એટલે કે જિલ્લા વિકાસ અધિકારી અને સરકારશ્રીને ખોટી માહિતી આપવામાં આવી હતી.
તેમજ કડોદરા ગામ ના ગામ લોકો જણાવી રહ્યા છે કે ગ્રામસભા ની ઠળાવ બુક મા કોઈ પ્રોસિડિંગ લખવામાં આવતું નથી. તલાટી પોતાની મનમાની કરે છે અને ભારતીય બંધારણીય કાયદાનું ખુલ્લેઆમ કતલ કરેલ છે
ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટીએ વારંવાર –
1. ફરજમાં બેદરકારી દાખવી છે.
2. ગ્રામસભા પ્રક્રિયામાં ગડબડ કરી છે.
3. સરકારશ્રીને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે.
કાયદાકીય રીતે જોવામાં આવે તો –
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 તથા સંબંધિત નિયમો અનુસાર, ગ્રામસભા અંગે તમામ સભ્યો અને ગામજનોને પૂર્વ જાણ કરવી ફરજિયાત છે.
ખોટી માહિતી સરકારશ્રી અથવા જિલ્લા વિકાસ અધિકારીને આપવી, IPC કલમ 177 તથા 182 મુજબ ગુનો ગણાય છે.
આ વર્તન સત્તાનો દુરુપયોગ, ગેરકાયદેસર કૃત્ય અને લોકોના હકોનું હનન છે.
ગ્રામજનો હવે આ મુદ્દે વધુ કડક વલણ અપનાવી રહ્યા છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે –
1. જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ કમિશનર સમક્ષ તાત્કાલિક રજૂઆત કરવામાં આવશે.
2. જરૂરી હોય તો માહિતીના અધિકાર અધિનિયમ, 2005 હેઠળ વિગતો મેળવી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
3. અને જો તાત્કાલિક પગલાં ન લેવાય તો આ મુદ્દો ગુજરાત માહિતી આયોગ તથા ઉચ્ચ ન્યાયાલય સુધી લઈ જવાશે.
કડોદરા ગામના લોકોનો આક્ષેપ છે કે તલાટી પાયલબેન ચૌધરીનું વર્તન માત્ર એક ગામની સમસ્યા નથી, પરંતુ સમગ્ર ગ્રામ્ય લોકશાહી વ્યવસ્થાને પ્રશ્નાર્થ હેઠળ મૂકે છે. હવે જોવાનું એ છે કે જિલ્લા વિકાસ અધિકારી તથા સરકારશ્રી આ ગંભીર મામલે કઈ રીતે કાર્યવાહી કરે છે.
રિપોર્ટર : સહદેવ ગોહિલ કડોદરા



