વિશ્વ હિન્દુ પરિષદ સંચાલિત પરમ પૂજ્ય વાસુદેવાચાર્ય કુમાર છાત્રાલય દુધાધારી મંદિર ખાતે છાત્રાલયમાં રહેતા અને વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિસ્તારના બાળકો ને આજરોજ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ અમાસના રોજ ડભોઇ તાલુકાના અંગૂઠણના રહેવાસી શૈલેષભાઈ અંબુભાઈ પટેલ ગીર ગંગા હોટલવાળા દ્વારા તરફથી તમામ બાળકોને બ્રહ્મ ભોજન કરતા ખુશાલી કરી હતી
ત્યારબાદ દરેક બાળકોને ટુવાલ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મેહુલભાઈ પટેલ ધરમપુરી વિપુલભાઈ, અશોકભાઈ ટીંબી બંકીમ ભાઈ પુરોહિત કેતનભાઇ પટેલ ઉર્ફે સોની વગેરેનાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
બાળકોએ બ્રહ્મ ભોજન કર્યા બાદ ખુશાલ નજરે પડ્યા હતા…
REPOTE : ફકીરા ખત્રી ડભોઈ



