BOLLYWOOD : સ્ટુડન્ટ ઓફ ધી યર સીરિઝમાં શનાયાનો ડબલ રોલ હશે

0
65
meetarticle

કરણ જોહરની વેબ સીરિઝ ‘સ્ટુડન્ટ ઓફ ધી યર’માં શનાયા કપૂર ડબલ રોલ  ભજવશે. અલાયા એફ શનાયાની સહકલાકાર  હશે. ફિલ્મના હિરોની જાહેરાત હવે પછી કરાશે. શનાયા અને અલાયા બંને ફિલ્મી પરિવારોનાં સંતાનો છે. હવે કરણ હિરો તરીકે કોઈ આઉટસાઈડરને  ચાન્સ આપશે કે પછી કોઈ ફિલ્મી પરિવારના સંતાનને  જ પસંદ કરશે તે જોવાનું રહે છે.

કરણ જોહરે અગાઉ આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા તથા વરુણ ધવન સાથે ૨૦૧૨માં  ‘સ્ટુડન્ટ ઓફ ધી યર’ ફિલ્મ બનાવી  હતી. આ ફિલ્મ હિટ થઈ હતી.

બાદમાં  ૨૦૧૯માં અનન્યા પાંડે,   તારા સુતરિયા અને ટાઈગર શ્રોફને લઈ ‘સ્ટુડન્ટ ઓફ ધી યર ટુ’ બનાવી હતી. આ ફિલ્મમાં વાર્તા કે એકેય કલાકારની એક્ટિંગના ઠેકાણાં નહિ હોવાથી ફિલ્મ ફલોપ ગઈ હતી. હવે  કરણે આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવાને બદલે તેને વેબ સીરિઝમાં ઢાળવાનું નક્કી કર્યું છે.  કરણ આ વેબ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મને પધરાવી પોતે કમાઈ લેશે અને તેને બોક્સ ઓફિસ પરફોર્મન્સની કોઈ ચિંતા નહિ  રહે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here