સુરતના ઉમર વિસ્તારમાં એક કિશોરી સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિશો સામે આવ્યો છે. આ કિસ્સામાં કિશોરીના ટ્યુશન શિક્ષકે જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પડ્યો છે.
મળતી જાણકારી અનુસાર, સુરત ઉમર વિસ્તામાં રહેતી એક કિશોરી તેના ટ્યુશન શિક્ષક પાસે ભણવા જતી હતી.શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસના બહાને કિશોરીને મોડી રાત સુધી રોકી રાખી હતી અને આ દરમિયાન તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ કિશોરીએ ડરના માર્યા કોઈને કશું જણાવ્યું નહતું પરંતુ તેની માનસિક સ્થિતિ જોઇને પરિવારે પૂછપરછ કરતા આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.પરિવારે તાત્કાલિક આ ઘટના અંગે ઉમર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ એકશનમાં આવી હતી અને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસને જાણ થઇ કે, દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ઉત્તરાખંડ ભાગી ગયો છે. સુરત પોલીસની એક ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ઉત્તરાખંડમાં ધામા નાખ્યા હતા અને ત્યાંથી આરોપીને ઝડપી પડ્યો હતો. આરોપીને સુરત લાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


