GUJARAT : વડાલીમાં ધો.૭ ના વિદ્યાર્થીને ૪ વિધર્મી વિદ્યાર્થીઓએ ઢોર માર મારતા ચકચાર

0
147
meetarticle

તાજેતરમાંજ અમદાવાદની એક શાળામાં સામાન્ય બાબતે ધો. ૧૦ ના વિધાર્થીને ધોરણ આઠમાં ભણતા એક વિધર્મી વિધાર્થીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું ત્યારે આ ઘટનાની શાહી હજુ તો સુકાઈ નથી ત્યારે આવો એક કિસ્સો સાબરકાંઠા જીલ્લાના વડાલીમાં બન્યો છે

જેમાં સાતમા ધોરણમાં ભણતા એક વિધાર્થીને અન્ય ૪ જેટલા વિધર્મી વિધાર્થીઓએ ઢોર મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળે છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાલીની શેઠ સી.જે હાઈસ્કૂલમાં ધો.૭ માં અભ્યાસ કરતો ધ્રુવ મણિભાઈ સગર (ઉ.વ.૧૪) ને સાંજે શાળા છૂટ્યા બાદ ચાર જેટલા વિધર્મી વિધાર્થીઓએ કોઈ કારણોસર મેદાનમાં લઈ જઈ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને વાલીઓએ શાળામાં જઈને હોબાળો મચાવ્યો હતો અને યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી જે બાદ પોલીસ પણ શાળામાં આવી પહોંચતી હતી અને શાળાના સ્ટાફ અને સંચાલકોએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપતા મામલો હાલ પુરતો થાળે પડ્યો હતો પરંતુ ભોગ બનનાર બાળકના પિતાએ શાળા તેમજ મામલતદાર અને વડાલી પોલીસને આ બાબતે લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છેકે શાળાઓમાં આ પ્રકારના બનતી ઘટનાઓ વાલીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે ત્યારે હાલના સમયમાં વાલીઓએ અને શાળાના શિક્ષકોએ બાળકોને યોગ્ય સમજણની સાથે યોગ્ય માર્ગદર્શન આપવું તે જરૂરી બન્યું છે તો આગળના સમયમાં આ પ્રકારના કિસ્સાઓ ન બને.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર..

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here