ખાણીપીણીની વસ્તુમાં ક્યારેક જીવજંતુ નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદના વેજલપુરમાંથી સમોસાની ખરીદી કરનારા મહિલાએ ઘરે જઈને જોયું તો સમોસાની ચટણીમાં મૃત ગરોળી નીકળે છે. જેને લઈને મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી
અમદાવાદના વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સની સામે આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી મહિલા સમોસા અને ચટણી લઈને ઘરે જાય છે. જ્યારે ઘરે જઈને ખાવા માટે સમોસા-ચટણીની નીકાળે છે તો ચટણીમાં ગરોળી દેખાતાં મહિલા ચોંકી ઉઠી હતી.
સમગ્ર મામલે મહિલાએ દુકાને જઈને દુકાનદારને આ બાબતે જાણ કરી હતી. જોકે, દુકાનદાર કોઈ વાતે માનવા તૈયાર ન હતો. સમગ્ર ઘટનાને લઈને મહિલાએ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે AMC દ્વારા દુકાનદાર વિરૂદ્ધમાં શું પગલા લેવામાં આવશે.


