મોરબીમાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે. સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે જિલ્લામાંથી જુગાર રમતા 51 શકુનીઓ ઝડપી લીધા છે.
પોલીસે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી જાહેરમાં કે છાના ખૂણે જુગાર રમતા જુગારીઓને ઝડપી કાર્યવાહી કરી છે. પંચાસર રોડ, દરોડામાં ત્રાજપર ખારી વિસ્તારમાં, ઉમિયાનગરના ઢાળ વગેરે વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
મોરબી જિલ્લામાં જુગાર રમતા 51 શકુનીઓ ઝડપાયા
મોરબી જિલ્લામાં જુગાર રમતા 51 શકુનીઓ ઝડપાયા છે. મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદમાં પોલીસે રેડ કરી હતા. મોરબીમાં જુગાર રમતા 4 મહિલા 19 ઝડપાયા છે. વાંકાનેરમાં જુગાર રમતા 28 શકુનીઓ ઝડપાયા છે. ટંકારામાં 2 અને હળવદમાં 6 જુગારીઓ ઝડપાયા છે. પોલીસે કુલ 3. 33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોરબી જિલ્લામાં જુગાર રમતાં 51 સામે ફરિયાદ નોંધવમાં આવી છે.
હળવદ પોલીસ મથકે ફરિયાદ
મોરબી, વાંકાનેર, ટંકારા હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાત્રિના દરોડામાં મહિલાઓ જુગાર રમતાં પકડાઈ પરંતુ ધરપકડ બાકી છે. જ્યારે વાંકાનેર શહેરમાંથી બે શખ્સો નાસી છૂટ્યા છે. જેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે જિલ્લમાં ઠેર ઠેર રમાતા જુગરના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસના આ દરોડાથી જુગારીઓમાં ફફળાટ ફેલાયો છે.


