બાળકોને જીવનમાં ઉચ્ચતમ સ્તરે પહોંચવા માટે શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જેથી બાળકોને શિક્ષણની બાબતમાં પ્રોત્સાહન મળે તે માટે વડોદરા પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા શહેર દ્રારા વાઘોડિયા રોડ વડોદરાના સંખેડા દશાલાડ ભવન ખાતે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ એક કાર્યક્રમમાં વડોદરા, ડભોઇ બોડેલી, હાલોલ અને સંખેડા, પાદરા, સહિતનાં ગામોમાંથી ઉપસ્થિત રહેલાં આગેવાનોની હાજરીમાં શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ, વડોદરા શહેર દ્રારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા વિવિધ પર્ફોમન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સમાજના મુખ્ય આગેવાનો, કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મહાનુભવોએ પોતાના વક્તવ્યમાં પોતાની જીવન ગાથાઓ વર્ણવી હતી અને આજની નવયુવાન પેઢીને શિક્ષણની બાબતમાં પ્રોત્સાહિત કરી હતી. તેમજ નવયુવાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયક વકતવ્યો આપ્યાં હતાં. આ ઇનામ વિતરણ સમારંભનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, સમાજમાંથી નવયુવાન બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચે તેવા ઉમદા હેતુથી છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ, વડોદરા શહેર દ્રારા સમાજનાં બાળકોને સન્માનિત કરવામાં આવે છે.
આવા કાર્યક્રમો વડોદરા, ડભોઇ, બોડેલી અને હાલોલ જેવા અનેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પણ યોજવામાં આવતા હોય છે. ધોરણ ૧૦ અને ૧૨ ની જાહેર પરિક્ષામાં અને કોલેજ કક્ષાએ, જાહેરક્ષેત્રે ઉચ્ચત્તમ સ્થાન મેળવનાર સોની સમાજનાં વિધાર્થીઓ અને જ્ઞાતિજનોને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સમાજનાં આ નવયુવાનો શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત બને તેવા પ્રયત્નો સતત કરવામાં આવી રહયાં છે. શ્રી પાંચ ગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા શહેરના પ્રમુખ નગીનભાઈ એમ. સોની, મંત્રી રાજેન્દ્રભાઈ બી. સોની તેમજ તમામ હોદ્દેદારોના આમંત્રણને માન આપીને અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના અગ્રણી શશીકાંતભાઈ પાટળીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ આ કાર્યક્રમ વિપુલકુમાર રમેશચંદ્ર સોની ( સભ્યશ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ), ગૌરાંગભાઇ સોની, અનુપભાઈ સોની, ધવલભાઈ સોની, સહિત શિક્ષણ સહાય સમિતિનાં અને સમાજનાં તમામ હોદ્દેદારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને સફળ બનાવવા યથાર્થ પ્રયત્નો કર્યા હતાં. આ સમગ્ર રંગારંગ અને દૈદીપ્યમાન કાર્યક્રમમાં સૌ જ્ઞાતિજનો, વડિલો, આગેવાનો, વિધાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિજનોએ પ્રિતી ભોજનનો આનંદ માન્યો હતો.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



