કાંકરેજ તાલુકાની ધર્મ નગરી થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ.પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર અને રીંકુબેન ઠક્કરના સ્વમુખે રવિ જોષીના તબલાના તાલે શ્રીરામ ચરિત માનસના પાઠનું પઠન સંવત ૨૦૮૧ ના શ્રાવણસુદ-૧ ને શુક્રવાર તા.૨૫/૦૭/૨૦૨૫ થી શ્રાવણ સુદ-૯ ને શનિવાર તા.૦૨/૦૮/૨૦૨૫ સુધી બપોરે ૨.૪૫ થી સાંજે ૬.૪૫ કલાક ૯ દિવસ સુધી શ્રીરામ ચરિત માનસ નું પારાયણ હજારોની સંખ્યામાં કરવામાં આવેલ આજે છેલ્લા દિવસે શનિવારના રોજ શ્રી મમતા મઈ માતાજીની પાવન નિશ્રામાં ગંગા સ્વરૂપ તારાબેન લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવારના ગંગા સ્વરૂપ નીતાબેન ધર્મેશભાઈ ઠક્કર,રિમાબેન તુષારભાઈ, ધ્રુવીબેન રીતુભાઈના યજમાનપદે શ્રીરામ રાજ્યાભિષેકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રીરામજી મંદિરેથી કથા મંડપ સુધી પાલખી યાત્રા નીકળી હતી.!! સજાઓ અવધ પુરી નગરી!!અવધ મે રામ આવે હૈ!! અવધ મે મેરે સરકાર આયે હૈ!!” ના ગાન સાથે કથા મંડપ જાણે અવધ પુરી નગરી બની ગઈ હતી.ગંગા સ્વરૂપ તારાબેન ઠક્કર,ગંગા સ્વરૂપ નીતાબેન ઠક્કર,તુષાર ઠક્કર,રીતુ ઠક્કર, અમય ઠક્કર,રીમાબેન ઠક્કર, ધ્રુવીબેન ઠક્કર,રાજુ ઠક્કર લાટી, જ્યોત્સનાબેન ઠક્કર,રસીલાબેન ઠક્કર સહીત પરિવારે આરતી ઉતારી ધન્યતા અનુભવેલ.શ્રી રામચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ના પડે તેના માટે ફરશુભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ઠક્કર,મેહુલભાઈ ઠક્કર,નિરંજનભાઈ સોની સહીત દરેક આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી હતી.
REPOTER : માનસિંહ ચૌહાણ કાંકરેજ


