GUJARAT : અંકલેશ્વરમાં સિદ્ધરૂદ્ર બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ: ધો. 10-12થી PhD સુધીના 200થી વધુ વિદ્યાર્થીઓ સન્માનિત

0
42
meetarticle

શ્રી સિદ્ધરૂદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, PhD અને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ શ્રી મહેશ પટેલ, ડૉ. નીતિન પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વિનોદ પટેલ, જયનાબેન પટેલ, જનક પટેલ અને સુનિલ ભટ્ટ સહિત સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમગ્ર સિદ્ધરૂદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here