અભિનેત્રી હંસિકા મોટવાણી છૂટાછેડા લે તેવી સંભાવના છે. ૨૦૨૨માં તેણે સોહેલ કથૂરિયા સાથે લગ્ન કર્યાં હતાં. હવે તેણે આ લગ્નના તમામ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધા છે. તેના પરથી તે હવે છૂટાછેડા લઈ રહી હોવાનું મનાય છે.
હંસિકા અને તેનો પતિ પહેલા સોહેલના પેરન્ટસ સાથે રહેતા હતા. પરંતુ હંસિકા તેમની સાથે એડજસ્ટ કરી ન શકતા તેણે સાસરિયાઓ રહેતા હતા તે જ બિલ્ડિગમાં ફ્લેટ લીધો હતો.તેમ છતાં તેના અને પતિ વચ્ચે મતભેદ વધતો જ રહ્યો હતો.
હવે હંસિકા સોહેલને છોડીને માતા સાથે રહેવા ગઈ હોવાનું કહેવાય છે.
જોકે યુગલે આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી. હંસિકાએ ૧૮મી જુલાઈ પછી સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી નથી. બીજી તરફ સોહેલે પણ પોતાના એકાઉન્ટને પ્રાઈવેટ કરી નાખ્યું છે.


