બારડોલીમાં લીમડા ચોક નજીક વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયા બાદ સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને કિશોરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.મળતી માહિતી મુજબ બારડોલીમાં લીમડા ચોક નજીક એક વાસણની દુકાન આવેલી છે જેમાં બ્લાસ્ટ થયા બાદ દુકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો.
આ ઘટનામાં એક 17 વર્ષીય કિશોર દબાઈ ગયો હતો, બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને કિશોરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાને લઈને દુકાનમાં રહેલો સામાન પણ વેર વિખેર થઇ ગયો હતો.ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે આજે લીમડા ચોક ખાતે એક વાસણની દુકાનમાં સ્લેબ ધરાશાયી થયાનો કોલ બારડોલી ફાયર વિભાગને મળ્યો હતો જેથી ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોચી હતી જ્યાં એક વ્યક્તિ ફસાયેલો હતો જેને બહાર કાઢીને સરદાર હોસ્પિટલમાં ખસેડ્યો છે, ક્યાં કારણોસર બ્લાસ્ટ થયો હતો તેની તપાસ હાલ ચાલુ છે. દુકાનની નીચે ભોયતળિયું છે જ્યાં ઘણો સમાન હતો તેમાં જ ક્યાંય બ્લાસ્ટ થયો લાગે છે હાલ કઈ રીતે બ્લાસ્ટ થયો તેની તપાસ ચાલુ છે, યુવકને થોડું વાગ્યું હતું અને થોડું દાઝ્યો હતો અમે તેને હોસ્પિટલ ખસેડ્યો છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


