ગ્લોબલ ટેન્શન અને ટેરિફ વોર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની બેઠક થવાની છે. જેની પર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે રશિયાની સાથે તેમના યુક્રેનથી યુદ્ધ રોકવાની ડીલ થઇ શકે છે. જો આવુ થાય છે તો ફાયદો ભારતને મળશે. દેશ પર ટેરિફ ઓછો થઇ શકે છે.
પુતિનને મળશે ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે શુક્રવારે અલાસ્કામાં પુતિનને મળવાના છે. મને ખાતરી નથી કે તત્કાલ યુદ્ધ વિરામ થઇ શકશે કે નહી, પરંતુ તેમણે શાંતિ કરારમાં મધ્યસ્થી કરવામાં રસ દર્શાવ્યો છે.
ફોક્સ ન્યૂઝ રેડિયોના “ધ બ્રાયન કિલમીડ શો” ને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે મને વિશ્વાસ છે કે હવે તેઓને ખાતરી થઇ ગઇ છે કે તેઓ સમજૂતી કરશે. આના પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હું કે અમેરિકા યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યું છે. બંને રાષ્ટ્રના વડાઓની મુલાકાત ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અમેરિકી નાણામંત્રીની ચેતાવણી
અમેરિકી રાષ્ટ્રપતિએ જે રીતે આશા વ્યક્ત કરી છે તે મુજબ અનુમાન લગાવી શકાય છે કે બંને દેશો વચ્ચે સોદો થશે. જો આ સોદો થાય છે તો ભારતને તેનો ફાયદો થશે. કારણ કે એક દિવસ પહેલા જ અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસન્ટે ચેતવણી આપી છે કે જો અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત સફળ નહીં થાય તો અમેરિકા ભારત પર ગૌણ ટેરિફ લાદી શકે છે. ટેરિફ દર 50 ટકાથી વધુ વધારી શકાય છે.
50 ટકા ટેરિફ લગાવ્યો
અમેરિકન સરકારે ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આમાંથી 25% ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે અને બાકીનો 25% ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. બ્લૂમબર્ગ સાથેની એક મુલાકાતમાં બેસન્ટે કહ્યું કે અમને આશા છે કે પુતિન ગંભીર વાતચીત માટે તૈયાર થશે. એવું લાગે છે કે તેઓ હવે તૈયાર છે. રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે અમે ભારત પર ગૌણ ટેરિફ લાદ્યા છે.


