જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વોને નિયંત્રિત કરવાનો અને શહેરોની શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાનો છે. આ જાહેરનામા અંતર્ગત મકાન માલિકોએ તેમના ભાડુઆતોની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત છે.
ગણપતિ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ગુનાખોરી અટકાવી શકાય, તે હેતુથી ભરૂચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, ૨૦ મકાન માલિકોએ તેમના ભાડુઆતોની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હોવાનું સામે આવ્યું હતું.
આ ગંભીર બેદરકારી બદલ, SOG ભરૂચ દ્વારા આ ૨૦ મકાન માલિકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ મુજબ જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


