સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે. જેમાં 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવશે. 1થી 5 ફૂટની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે. જ્યારે 5 ફુટથી મોટી પ્રતિમાઓને કુદરતી ઓવારામાં વિસર્જિત કરવામાં આવશે.શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન 1 CP, 1 સ્પેશિયલ સીપી, 2 JCP, 22 DCP, 33 ACP, 159 PSI ફરજ પર હાજર રહેશે. સાથે જ 6575 પોલીસ, 5000 હોમગાર્ડ, 12 SRP કંપની અહિંયા હાજર રહેશે. તે ઉપરાંત 6000 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ફરજ પર હાજર રહેશે. સાથેજ રહેણાંક વિસ્તારમાં 450 ધાબા ઉપર પોઇન્ટ આપવામાં આવ્યા છે.
જ્યાં પોલીસ તૈનાત રહેશે. પોલીસ દ્વારા 20 ડ્રોન કેમેરાથી સતત ચાંપતી નજર રાખવામાં આવશે. પોલીસ જવાનો 125 વીડિયો કેમેરા અને 900 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. આ સાથેજ 2000 સીસીટીવી કેમેરાથી સતત નજર રખાશે.326 પેટ્રોલિંગ વાહનો અને 10 વોચ ટાવરથી પોલીસ આ વિસ્તાર પર નજર રખાશે. તેમજ જિલ્લામાંથી 5 DCP, 13 ACP, 35 PI, 74 PSI, 600 પોલીસકર્મી અને 3500 હોમગાર્ડને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવશે. સાથે જ 8 SRP કંપનીની પણ મદદ લેવામાં આવશે. 150 એઆઈ કેમેરા અને 2000 સીસીટીવી કેમેરાની મદદથી પાલીસ લોકોની ચહલપહલ પર નજર રાખશે. પોલીસ દ્વારા 530 જેટલા બાઈકો પર સતત પેટ્રોલિંગ કરશે. શહેરમાં અલગ અલગ જગ્યા પર ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો અને SOGની પણ 10 ટીમો હાજર રહેશે. તદુપરાંત 7 વજ્ર વાહન અને 1 વરુણ વાહનને પણ તૈનાત રાખવામાં આવી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


