શ્રી કે.બી.દેસાઈ સ્કૂલ, ઈડર માતૃભાષામાં શિક્ષણની સાથે વૈશ્વિક દ્રષ્ટિકોણ કેળવતી સ્કૂલ છે. અહીં ૨૧મી સદીની જરૂરીયાત પ્રમાણે વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે ‘કૌશલ્યો’ અને ‘અભિગમ’ વિકસાવવા વિશેષ પ્રયત્નો થાય છે.આ સ્વાતંત્ર્ય દિવસે વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ અને તાલીમ દ્વારા આ Sustainable Development Goals ઉપર જાગૃત કરી તાલીમ દ્વારા સજ્જ બનાવવામાં આવશે:
(1) સારું આરોગ્ય અને કલ્યાણ (Good Health and Well-being)
(2) ગુણવત્તાપૂર્ણ શિક્ષણ (Quality Education)
(3) સમાનતા (Gender Equality)
(4) સ્વચ્છ પાણી અને સ્વચ્છતા (Clean Water and Sanitation)
(5) સસ્તી અને સ્વચ્છ ઉર્જા (Affordable and Clean Energy)
(6) હવામાન ક્રિયા (Climate Action)
(7) પાણી હેઠળના જીવનનું સંરક્ષણ (Life Below Water)
(8) જમીન પરના જીવનનું સંરક્ષણ (Life on Land)
(9) શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ (Peace, Justice, and Strong Institutions)
(10) લક્ષ્યો માટે ભાગીદારી (Partnerships for the Goals) આ શાળાના દાતાશ્રી કે.બી.દેસાઈ (ભદ્રેસર)નો પરિવાર USA સ્થાયી થયેલ છે. જે ઉદાર રીતે સમજદારી પૂર્વક દાન કરીને તથા જરૂરી સમય આપીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણથી સજ્જ કરી શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટે પ્રયત્નશીલ છે. ત્યારે આ શાળામાં માતૃભાષાના શિક્ષણની સાથે જરૂરી કૌશલ્યો પણ વિકસાવાય છે.શિક્ષકશ્રી જીતુભાઈના જણાવ્યા મુજબ: “ગુજરાતી માધ્યમમાં અંગ્રેજીનો પાયો પાકો કરવાની સાથે વિદ્યાર્થીઓના કૌશલ્યો, સંસ્કારો, મૂલ્યો અને આદતોના ઘડતર માટે આ શાળાના પ્રયત્નો પ્રશંસનીય છે. મને આ શાળામાં કાર્ય કરવા માટે આનંદ અને ગૌરવ છે.


