લવ બર્ડ્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ સગાઈ કરી લીધી હોવાની અટકળો છે. રશ્મિકાએ તાજેતરમાં પોતાની વીંટી ફ્લોન્ટ કરી હતી. તેના પરથી ચાહકો માની રહ્યા છે કે બંનેએ સગાઈ કરી લીધી છે. જોકે , રશ્મિકા કે વિજય બંનેમાંથી કોઈ પણ હજુ સુધી પોતાના સંબંધો ઓફિશિયલ કર્યા નથી.
રશ્મિકા તાજેતરમાં દુબઇમાં એક ઇવેન્ટમાં ગઈ હતી. ત્યારે તેણે આ રિંગ અવારનવાર લોકોનું ધ્યાન જાય તે રીતે ફ્લોન્ટ કરી હતી.
રશ્મિકા અને વિજય વર્ષો પછી એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. આ ફિલ્મ ને હાલ ‘વીડી૧૪’ એવું હંગામી ટાઈટલ અપાયું છે. આ ફિલ્મનું શૂટિંગ ગયાં સપ્તાહે હૈદરાબાદમાં શરૂ પણ થઈ ગયું છે. અગાઉ આ જોડીની કે ‘ગીત ગોવિંદમ’ સહિતની ફિલ્મો હિટ થઈ ચૂકી છે. બંનેનો રિયલ લાઇફ રોમાંસ પૂરબહાર ખીલ્યા બાદ હવે ચાહકો તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી નિહાળી શકશે.


