SPORTS : કોહલી સહિતના આ દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થયો સમીર રિઝવી, પ્લેયર ઓફ ધી મેચની હેટ્રિક પૂર્ણ કરી

0
12
meetarticle

દિલ્હી કેપિટલ્સના સમીર રિઝવીએ IPL 2026માં શાનદાર શરૂઆત કરી છે. DCએ આ સીઝનમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં જીત હાંસલ કરી છે. દિલ્હીની આ ધાકડ પરફોર્મન્સ પાછળનું રહસ્ય જ સમીર રિઝવી છે. દિલ્હી માટે નંબર 4 પર પોતાની પહેલી મેચ રમતા રિઝવીએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે 47 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે. આ જ લયને જાળવી રાખતા તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 51 બોલમાં 90 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને એટલા જ છગ્ગા સામેલ છે. રિઝવીને આ બંને ઈનિંગ્સ માટે પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

ગત સીઝનની છેલ્લી મેચમાં પણ રિઝવી પ્લેયર ઓફ ધી મેચ બન્યો હતોશું તમે જાણો છો કે સમીર રિઝવી IPL 2025ની છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમ્યો હતો, તેમાં પણ તે જ પ્લેયર ઓફ ધી મેચ રહ્યો હતો. DCએ IPL 2025ની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, તે મેચમાં રિઝવીએ 25 બોલમાં 58 રનની અણનમ ઈનિંગ રમી હતી.

આ સાથે જ સમીર રિઝવીએ સતત ત્રણ વખત પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ્સની હેટ્રિક પૂર્ણ કરી લીધી છે. તે IPL ઈતિહાસમાં સતત ત્રણ વખત POTM એવોર્ડ જીતનાર 8મો ખેલાડી બની ગયો છે. છેલ્લે 2020માં ચેન્નાઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમતા દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ IPLમાં સતત ત્રણ વખત પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી હતો, તેણે 2010માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. બીજી તરફ વિરાટ કોહલી IPL 2016માં આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયો હતો.

IPLમાં સતત ત્રણ વાર પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડજેક્સ કાલિસ  (RCB) – 2010

વીરેન્દ્ર સેહવાગ (DD) – 2012

ગ્લેન મેક્સવેલ  (KXIP) – 2014

એરોન  ફિન્ચ (GL) – 2016

વિરાટ કોહલી (RCB) – 2016

જોસ બટલર  (RR) – 2018

ઋતુરાજ ગાયકવાડ  (CSK) – 2020

સમીર રિઝવી (DC) – 2026

સતત બે મેચોમાં દિલ્હી કેપિટલ્સની જીતનો હીરો રહેલ સમીર રિઝવી IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની રેસમાં સૌથી આગળ છે. તેણે અત્યાર સુધી બે મેચમાં 160 રન બનાવી લીધા છે. તે IPL 2026માં 150 રનનો આંકડો પાર કરનાર તે એકમાત્ર ખેલાડી છે. આશા છે કે, તે આખી સિઝન દરમિયાન આ રીતે જ પ્રદર્શન કરતો રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here