SPORTS : ધોનીને ‘યેલો જર્સી’માં મેદાન પર જોઈ ચાહક યુવતી થઈ ભાવુક……..

0
12
meetarticle

MS Dhoni Fan Viral Video: ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની શરૂઆત પહેલા રવિવારે ચેપોક સ્ટેડિયમમાં ‘Roar 2026’ ચાહક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. રવિવારની સાંજ CSKના ચાહકો માટે ખૂબ જ ખાસ રહી હતી, જ્યાં હજારોની સંખ્યામાં પહોંચેલા દર્શકોએ પોતાના મનપસંદ ખેલાડીઓને નજીકથી જોયા હતા. આ ઈવેન્ટમાં CSKના જૂના દિગ્ગજો પણ સામેલ થયા હતા અને ચાહકોએ તેમને વર્ષો પછી મેદાન પર બેટિંગ અને બોલિંગ કરતા જોયા હતા.

સમગ્ર કાર્યક્રમમાં ખાસ વાત એ રહી કે જેવો મહેન્દ્રસિંહ ધોની મેદાન પર પીળી જર્સી સાથે ઉતર્યો આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. ધોનીની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુર હતા. આ દરમિયાન એક મહિલા ફેન તેને લાઈવ જોઈને પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી ન હતી અને રડવા લાગી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

ધોનીએ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે તે પોતાની કારકિર્દીના છેલ્લા તબક્કામાં છે. ભારતના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પાનું માનવું છે કે IPL 2026 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે.

ઉથપ્પાના જણાવ્યા અનુસાર, આ વખતે ધોનીનો રોલ થોડો બદલાયેલો જોવા મળી શકે છે. તેણે કહ્યું કે, IPL 2026 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. તે ‘મેન્ટર + પ્લેયર’ની ભૂમિકા ભજવી શકે છે. પહેલાની જેમ નંબર 7 પર નહીં, પરંતુ નંબર 8 પર બેટિંગ કરી શકે છે. એટલે કે ધોની ધીમે ધીમે પોતાની જાતને ટીમથી અલગ કરવાની તૈયારી કરી રહ્યો છે, જેથી નવી લીડરશિપ સંપૂર્ણપણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે.

CSKએ તાજેતરમાં સંજુ સેમસનને ટીમમાં સામેલ કર્યો છે. આ નિર્ણયને પણ ધોની પછીના પ્લાનિંગ તરીકે જોવામાં આવી રહ્યો છે. ટીમ હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહી છે.

જો કે રિટાયરમેન્ટની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ ધોનીની તૈયારી કંઈક અલગ જ કહાની કહી રહી છે. તે આ મહિને ચેન્નાઈ પહોંચીને જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે. રાંચીમાં પણ તેણે પહેલાથી જ ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. એટલે કે ધોની હજુ પણ આખી સિઝન માટે તૈયાર દેખાઈ રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here