SPORTS : રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં યથાવત્! સેન્ટર કોન્ટ્રાક્ટ અંગે મોટી અપડેટ

0
22
meetarticle

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પુરુષોના ક્રિકેટ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની લિસ્ટને સુવ્યવસ્થિત કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલોમાં દાવા અનુસાર, BCCI હવે A+ કેટેગરી રદ કરી શકે છે, જે 2018માં ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવી હતી. BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓને ચાર શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા હતા. જેમાં A+ શ્રેણીના ક્રિકેટરોને વાર્ષિક 7 કરોડ રૂપિયા, A શ્રેણીના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા, B શ્રેણીના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને C શ્રેણીના ખેલાડીઓને 1 કરોડ મળે રૂપિયા છે. હવે, ખેલાડીઓને ફક્ત A, B અને C શ્રેણીમાં રાખવામાં આવશે.

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી દૂર કરશે

અહેવાલો અનુસાર, ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીને સરળ બનાવવા માટે BCCI 2018માં રજૂ કરાયેલ A+ કેટેગરીને દૂર કરી રહ્યું છે. અગાઉની A+ કેટેગરીમાં ફક્ત ચાર ખેલાડીઓનો સમાવેશ થતો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા. આ ચારમાંથી, બુમરાહ એકમાત્ર ક્રિકેટર છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. રોહિત અને વિરાટ ફક્ત ODI રમે છે, જ્યારે જાડેજા ટેસ્ટ અને ODI રમે છે.

બુમરાહનો પગાર કાપવામાં આવશે નહીં

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માળખાને સરળ બનાવવા માટે તેને સુવ્યવસ્થિત કરી રહ્યું છે. બહુ ઓછા ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે. જસપ્રીત બુમરાહ એવા થોડા ખેલાડીઓમાંનો એક છે જે બધા ફોર્મેટમાં રમે છે. તેથી તે ટોચની શ્રેણીમાં રહેશે અને તેનો પગાર કાપવામાં આવશે નહીં. આ માટે મંજૂરી આગામી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આપી શકાશે.

રોહિત અને વિરાટને B શ્રેણીમાં સામેલ કરી શકાય છે!

ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલનું A શ્રેણીમાં રહેવાનું લગભગ નક્કી છે. ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, રોહિત અને વિરાટ ફક્ત ODI ફોર્મેટમાં રમે છે. બંનેને B શ્રેણીમાં સામેલ કરી શકાય છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે જો રોહિત અને વિરાટને B શ્રેણીમાં મૂકવામાં આવે તો તેમને કેટલા પૈસા મળશે. A શ્રેણીના ખેલાડીઓને હવે વાર્ષિક 7 કરોડ રૂપિયા પગાર મળી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here