SPORTS : રોહિત શર્મા અને કોહલી વનડે વર્લ્ડ કપ-2027માં રમશે! બોલિંગ કોચે કરી સ્પષ્ટતા

0
52
meetarticle

વનડે વર્લ્ડ કપ-2027માં રોહિત શર્મા અને કોહલી રમશે કે નહીં, તેને લઈને ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે અનુભવનો ભંડાર છે. ટીમમાં તેમના આગમનથી આખો માહોલ બદલાઈ જાય છે. ડ્રેસિંગ રૂમમાં એક સકારાત્મક ઉર્જા જોવા મળે છે. બંનેએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું. જો તેઓ આ રીતે રમવાનું ચાલુ રાખે અને ફિટ રહે, તો તેમને 2027 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળશે.’

ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલની સ્પષ્ટતા

મોર્કેલે કહ્યું કે, ‘છેલ્લા બે અઠવાડિયા અમારા માટે નિરાશાજનક રહ્યા છે, પરંતુ હવે અમારી પાસે વિચાર કરવા માટે થોડા દિવસો છે. હવે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, અમારી બધી ઉર્જા સફેદ બોલની ટીમ પર લગાવીએ. અમે છેલ્લા કેટલાક વર્ષોથી સફેદ બોલના ક્રિકેટમાં સારું રમી રહ્યા છીએ. ટેસ્ટ સીરિઝ જીત્યા પછી સાઉથ આફ્રિકાની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર હશે.’તેમણે કહ્યું, ‘રંગીન જર્સી અને બોલનો રંગ બદલવાથી એક અલગ જ ઉર્જા મળે છે, પરંતુ સાઉથ આફ્રિકા લયમાં છે અને આત્મવિશ્વાસ ધરાવતી ટીમ હંમેશા ખતરનાક હોય છે. આપણે આગામી એક કે બે અઠવાડિયામાં મજબૂત શરૂઆત કરવાની જરૂર છે અને ગત બે અઠવાડિયાને પાછળ છોડવાની જરૂર છે.’ 

2026 T20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓને લઈને મોર્કેલે સ્પષ્ટતા કરી કે, ‘આ ODI સીરિઝ ફક્ત વર્લ્ડ કપનો વોર્મ-અપ નથી. T20 વર્લ્ડ કપની તૈયારીઓ પોતાની જગ્યાએ છે, પરંતુ જ્યારે પણ ભારતીય જર્સી પહેરીએ છીએ, ત્યારે લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.’ગત વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે T20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. આ પછી બંનેએ આ ફોર્મેટને અલવિદા કર્યું હતું. જ્યારે આ વર્ષે મે મહિનામાં રોહિત અને વિરાટ બંનેએ IPL દરમિયાન ટેસ્ટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, આ નિર્ણય તેમણે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here