વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક બેટિંગ સાથે ઇંગ્લેન્ડને ધરાશાયી કરીને ભારતને અંડર-૧૯ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાાં મહત્તમ યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીએ ૧૫ ચોગ્ગા, ૧૫ છગ્ગા સાથે ૮૦ બોલમાં ૨૧૮.૭૫ના સ્ટ્રાઇક રેટ સાથે ૧૭૫ રન ફટકારી ઇંગ્લેન્ડને હતપ્રભ તો કરી જ દીધું હતું પણ ભારતે વૈભવની આવી બેટિંગના લીધે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૪૧૧ રનનો જંગી અને ઇંગ્લેન્ડને આંખે અંધારા લાવી દેતોવૈભવ સૂર્યવંશીની આ ઇનિંગ ભારતની સિનિયર, અંડર-૧૯ કે લિસ્ટ-એ કોઈ પણ વયજૂથના ક્રિકેટમાં નોંધાયેલી શ્રેષ્ઠ કે ‘એપિક’ ઇનિંગની યાદીમાં સ્થાન પામશે. વૈભવ સૂર્યવંશીની સદીએ અંડર-૧૯ વર્લ્ડ ક્રિકેટના કેટલાક કિર્તિમાન પણ સર્જ્યા છે. તેની ઇનિંગની લાક્ષણિકતા પર નજર નાખવા જેવી છે.

* વૈભવે ૫૦ રન ૩૨ બોલમાં ૬ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે ફટકાર્યા
* વૈભવે ૧૦૦ રન ૫૫ બોલમાં ૮ ચોગ્ગા, ૮ છગ્ગા સાથે પૂર્ણ કર્યા
* વૈભવે ૧૫૦ રન ૭૧ બોલમાં ૧૨ ચોગ્ગા ૧૩ છગ્ગા સાથે ફટકાર્યા
* વૈભવે ૧૭૫ રનની ઇનિંગ ૮૦ બોલમાં ૧૫ ચોગ્ગા,૧૫ છગ્ગા સાથે રમી.
* પ્રથમ ૫૦ રન ૩૨ બોલમાં બીજા ૫૦ રન ૨૩ બોલમાં, ત્રીજા ૫૦ રન ૧૬ બોલમાં, ૨૫ રન ૯ બોલમાં ફટકાર્યા
* અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી હાઇએસ્ટ સ્કોર વૈભવ (૧૭૫)નો છે તેના પછી બીજા ક્રમે ભારતના જ ઉનમુક્ત ચંદ (૨૦૧૨) ૧૧૧ અણનમનો છે.
* વૈભવ સૂર્યવંશી અંડર-૧૯ વર્લ્ડ કપનો સૌથી યુવા શતકવીર છે.
વૈભવે આ ઇનિંગમાં ૧૫ છગ્ગા ફટકાર્યા હતા જે અંડર-૧૯ વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ છે.
* વૈભવે ૧૫૦ રન બાઉન્ડ્રીથી ફટકાર્યા હતા એ પણ અંડર-૧૯ વર્લ્ડ કપનો રેકોર્ડ છે.
વૈભવની વિસ્ફોટક બેટિંગ
| પ્રત્યેક | રન | બોલ | ૪ | ૬ |
| પ્રથમ | ૫૦ | ૩૨ | ૬ | ૩ |
| બીજા | ૫૦ | ૨૩ | ૨ | ૫ |
| ત્રીજા | ૫૦ | ૧૬ | ૪ | ૫ |
| પ્લસ | ૨૫ | ૯ | ૩ | ૨ |
સ્કોર કર્યો હતો. ઇંગ્લેન્ડ જવાબમાં ૪૦.૨ ઓવરોમાં ૩૨૧ રનમાં ઓલઆઉટ થયું હતું. તેના પરથી સ્પષ્ટ પુરવાર થયું હતું કે, બંને ટીમ વચ્ચે વૈભવની ઇનિંગનો જ ફર્ક હતો.

