T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેને ACC એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે 2 મેચ રમી હતી. બંને મેચમાં અભિષેકે શાનદાર બેટિંગ કરી હતી. સુપર 4માં અભિષેકે પાકિસ્તાની બોલરોને હેરાન કર્યા હતા. ત્યારથી તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન ફેન્સ અભિષેકની કથિત ગર્લફ્રેન્ડ લૈલા ફૈઝલ વિશે જાણવા માટે પણ ઉત્સુક છે.

અભિષેક શર્માની કથિત ગર્લફ્રેન્ડ કોણ છે?
IPL 2025થી અભિષેક શર્માનું નામ લૈલા ફૈઝલ સાથે જોડાઈ રહ્યું છે. લૈલા હમીદ ફૈઝલ દિલ્હીમાં મોટી થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ તે એક અગ્રણી કાશ્મીરી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. લૈલાએ આરકે પુરમમાં દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તેને કિંગ્સ કોલેજ લંડનમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો.
લૈલા ફૈઝલે યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડનમાં ફેશન ડિઝાઈન, માર્કેટિંગ અને સ્ટાઈલિંગનો અભ્યાસ કર્યો હતો. ભારત પરત ફર્યા પછી તેણે પહેલા તેના પિતાની કંપનીમાં CEO તરીકે સેવા આપી હતી. તે પછી 2022માં તેણે તેની માતા સાથે લૈલા રૂહી ફૈઝલ ડિઝાઈન્સ શરૂ કરી, જે તે અત્યારે ચલાવે છે.લૈલા સાથે ઘણી વખત જોવામાં મળ્યો છે અભિષેક શર્મા
2025માં લૈલા ફૈઝલ અને અભિષેક શર્મા ઘણી વખત સાથે જોવા મળ્યા હતા, સોશિયલ મીડિયા પર તેમના વિશે પોસ્ટ કરી હતી. જ્યારે અભિષેકે ઈંગ્લેન્ડ સામે 135 રન બનાવ્યા હતા, ત્યારે લૈલાએ સોશિયલ મીડિયા પર “પ્રાઉડ” પોસ્ટ કરી હતી, જેનાથી વ્યાપક ચર્ચા થઈ હતી.
IPL 2025 દરમિયાન તે સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. બંનેના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ અભિષેક કે લૈલા બંનેમાંથી કોઈએ તેમના સંબંધો વિશે કોઈ જાહેરાત કરી નથી.

