SPORTS : અભિષેક શર્મા નવી મુસીબતમાં ફસાયો! IPL કૉડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરતાં મળી સજા

0
11
meetarticle

IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદનો વિજય તો થયો, પરંતુ તેમના સ્ટાર ઓપનર અભિષેક શર્મા માટે આ મેચ વિવાદો લઈને આવી છે. મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવનાર અભિષેક પર IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

મેચ ફીના 25% દંડ અને ડિમેરિટ પોઈન્ટ

ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચ દરમિયાન અભિષેક શર્માએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.3 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેના પરિણામે ખેલાડી પર મેચ ફીનો 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. અભિષેકે પોતાની ભૂલ સ્વીકારી લેતા મેચ રેફરીનો આ નિર્ણય અંતિમ માનવામાં આવ્યો છે.

શું હતો વિવાદ?

જોકે સત્તાવાર રીતે ભૂલ સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે, આ દંડ તેના વિવાદિત કેચ સાથે જોડાયેલો છે. 21 બોલમાં 48 રનની તોફાની ઇનિંગ રમી રહેલા અભિષેકનો કેચ વરુણ ચક્રવર્તીએ પકડ્યો હતો. આ કેચ ક્લિયર ન હોવા છતાં થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કરતા અભિષેકે મેદાન પર નારાજગી વ્યક્ત કરી હતી.

SRHનો દબદબો

વિવાદો વચ્ચે પણ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરી KKRને હારનો સ્વાદ ચખાડ્યો હતો. 

SRHનો સ્કોર: 20 ઓવરમાં 226/8 (હેનરિક ક્લાસેન 52, અભિષેક શર્મા 48, ટ્રેવિસ હેડ 46).

KKRનો સ્કોર: 16 ઓવરમાં 161 રને ઓલઆઉટ.

હિરો ઓફ ધ મેચ: નીતિશ કુમાર રેડ્ડી (39 રન અને 2 વિકેટ). તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

બોલિંગ: જયદેવ ઉનડકટે 3 વિકેટ ઝડપીને KKRની કમર તોડી નાખી હતી.

શા માટે લાગ્યો દંડ? (આર્ટિકલ 2.3)

IPLના નિયમો મુજબ આર્ટિકલ 2.3 સામાન્ય રીતે મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ અથવા અમ્પાયરના નિર્ણય સામે અયોગ્ય પ્રતિક્રિયા આપવા બદલ લગાવવામાં આવે છે. અભિષેક માટે આ સિઝનની સારી શરૂઆત બાદ આ એક મોટો બોધપાઠ સમાન છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here