એશિયા કપ 2025માં સૌથી વધુ ધ્યાન ખેંચનાર બેટ્સમેન ટીમ ઈન્ડિયાનો અભિષેક શર્મા છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમી છે અને અભિષેક શર્માનું બેટ જોરથી ગર્જયું છે, જેના કારણે ટીમને મજબૂત શરૂઆત મળી છેઅભિષેક હાલમાં એશિયા કપ 2025ના રન સ્કોરર લિસ્ટમાં ટોપના સ્થાને છે, તેના નામે 248 રન છે. ટીમ ઈન્ડિયા જે પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂકી છે, તેને હજુ 2 મેચ રમવાની બાકી છે, જેમાં અભિષેક ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડી શકે છે.

અભિષેક શર્મા તોડશે મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ
T20 એશિયા કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાનના નામે છે, જેને 2022ની સીઝનમાં 6 મેચમાં 281 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા નંબરે છે, તેને 2022ના એશિયા કપમાં 5 મેચમાં 276 રન બનાવ્યા હતા. અભિષેક હાલમાં યાદીમાં ત્રીજા નંબરે છે, તેને 5 મેચમાં 248 રન બનાવ્યા છે. જો અભિષેક ફાઈનલ સહિત બાકીની બે મેચમાં 34 વધુ રન બનાવવામાં સફળ રહે છે, તો તે T20 એશિયા કપની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.T20 એશિયા કપની એક જ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
| ખેલાડી | મેચ | રન | વર્ષ |
| મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) | 6 | 281 રન | 2022 |
| વિરાટ કોહલી (ભારત) | 5 | 276 રન | 2022 |
| અભિષેક શર્મા (ભારત)* | 5 | 248 રન | 2025 |
| ઈબ્રાહિમ ઝાદરાન (અફઘાનિસ્તાન) | 5 | 196 રન | 2022 |
| બાબર હયાત (હોંગકોંગ) | 3 | 194 રન | 2016 |
વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની તક
ભારતીય ટીમનો વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા T20 એશિયા કપના ઈતિહાસમાં વિરાટ કોહલી પછી સતત 2 અડધી સદી ફટકારનાર બીજો ખેલાડી છે. જો તે 26 સપ્ટેમ્બરે શ્રીલંકા સામેની મેચમાં અડધી સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખશે.

