SPORTS : ઈંગ્લેન્ડ સામે હાર બાદ વધી મુશ્કેલી, પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

0
56
meetarticle

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહિલા ODI વર્લ્ડકપ 2025 મેચ 19 ઓક્ટોબરના રોજ ઈન્દોરમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા.ભારતે 284 રનનો જવાબ આપ્યો હતો. ઈંગ્લેન્ડે મેચ 4 રનથી જીતી લીધી હતી. આ મેચ પછી ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહ્યું.

પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડે મચાવી ધૂમ

4 રનથી મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડ હવે બીજા સ્થાને પહોંચી ગયું છે. ટીમે 5 માંથી 4 મેચ રમી છે. 9 પોઈન્ટ સાથે તે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા પણ 9 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન ધરાવે છે, જ્યારે સાઉથ આફ્રિકા 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત 4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ન્યુઝીલેન્ડ 4 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.ભારત અને ન્યુઝીલેન્ડ સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. બાકીની મેચોમાં જે ટીમ બેસ્ટ પ્રદર્શન કરશે તે સેમીફાઈનલમાં સ્થાન મેળવશે, કારણ કે ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતનો સેમીફાઈનલમાં પ્રવેશવાનો માર્ગ વધુ મુશ્કેલ બન્યો છે.

મંધાના-હરમનપ્રીતની મહેનત ગઈ વ્યર્થ

ટીમે ફક્ત 42 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ભારતીય ઈનિંગને સ્થિર કરી. તેમને 125 રનની પાર્ટનરશીપ કરી. હરમનપ્રીત કૌરે 70 રન બનાવ્યા અને તેના આઉટ થયા પછી મંધાના અને દીપ્તિ શર્માએ 67 રનની પાર્ટનરશીપ કરી. ટીમ ઈન્ડિયાનો વિજય અનિવાર્ય લાગતો હતો, પરંતુ દીપ્તિ શર્મા 47મી ઓવરમાં 50 રન બનાવીને આઉટ થઈ ગઈ.

અમનજોત કૌર સારી બેટિંગ કરી શકે છે, પરંતુ તે દબાણ હેઠળ પ્રદર્શન કરી શકી નથી. ભારત પાસે હવે ફક્ત બે મેચ બાકી છે, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે. સેમીફાઈનલમાં પહોંચવા માટે તેને બંને જીતવી પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here