SPORTS : ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા ધાબે ચઢ્યો અભિષેક શર્મા, પેચ કાપી બૂમો પાડી; ચિક્કીની જયાફત માણી

0
38
meetarticle

ભારતીય ક્રિકેટ ટીમનો બેટર અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીની મેચ પહેલા જયપુર પહોંચ્યો છે. ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા અભિષેક શર્મા ધાબે ચઢ્યો હતો. મેચના એક દિવસ પહેલા રવિવારે (28 ડિસેમ્બર) પિંકસિટી જયપુરના પરકોટમાં શર્માએ પતંગ ઉડાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અભિષેક શર્મા પેચ કાપી બૂમો પાડતો અને ચિક્કીની જયાફત માણતો જોવા મળ્યો હતો.

પતંગ ચગાવવા ધાબે ચઢ્યો અભિષેક શર્મા

અભિષેક તેના કેટલાક સાથી ખેલાડીઓ સાથે પરકોટ સ્થિત બ્રહ્મપુર વિસ્તારમાં એક ઘરના ધાબા પરથી પતંગ ઉડાવતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પેચ કાપતા અભિષેકે ‘એ કાપ્યો…’ બૂમો પાડીને પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમી રહ્યો છે, અને સોમવારે પંજાબ અને ઉત્તરાખંડ વચ્ચેની મેચ રમાશે. પતંગ ઉડાવતી વખતે અભિષેકે ચાહકો સાથે ફોટા પણ પડાવ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here