એશિયા કપ 2025નું આયોજન થતાંની સાથે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર માત્ર એક મુકાબલા પર રહેલી છે. આ મહા મુકાબલો એટલે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે.
એશિયા કપમાં જે ટીમો વચ્ચેના મુકાબલાની દર્શકો કાગ ડોળે રાહ જોઈને બેઠા હોય છે એ ભારત અને પાકિસ્તાનની ટીમ વિશે એશિયા કપમાં એક ખુબજ આશ્ચર્યજનક વાત રહેલી છે. વાતમાં કઈક એવું છે કે અત્યાર સુધી 16 વખત રમાઈ ચૂકેલ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ ક્યારેય રમાઈ નથી.

ક્રિકેટ જગતમાં એશિયા કપ ટુર્નામેન્ટનો ઇતિહાસ ખુબજ શાનદાર , ભવ્ય અને ઐતિહાસિક રહ્યો છે. વિગતે વાત કરીએ તો એશિયા કપ વર્ષ 1984માં શરૂ થયો હતો. ત્યારથી, એશિયા કપ 16 વખત રમાઈ ચૂક્યો છે. ટીમ ઇન્ડિયાના રેકોર્ડની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ 8 વખત એશિયન ચેમ્પિયન બની છે અને 3 વખત રનર-અપ રહી છે. સામે પક્ષે પાકિસ્તાન ટીમનો સ્કોર એકંદરે ખૂબ નબળો રહ્યો છે. પાકિસ્તાન ફક્ત 2 વાર ચૅમ્પિયન બની છે અને 3 વખત રનર-અપ રહી છે.
વર્ષ 1984થી લઈને અત્યાર સુધી એશિયા કપમાં 16 મેચો રમાઈ ચૂકી છે તેમ છતાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે આજ સુધી એક પણવાર ફાઇનલમાં જંગ જામી નથી. આશ્ચર્યજનક વાત કહેવાય કે એવી બે ટીમો જે એશિયા કપની સૌથી ટોપનું પ્રદર્શન કરનાર ટીમોમાંથી એક કહેવાય છે એમની વચ્ચે એકપણ ફાઇનલ મહ શક્ય નથી બની. હાલ બંને ટીમ 14 સપ્ટેમ્બરે યોજાનાર આ મેચ માટે સખત તૈયારી કરી રહી છે.
એશિયા કપ ટુર્નામેન્ટના પાછલા 10 વર્ષની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં ભારતનો રેકોર્ડ સૌથી સારો રહ્યો છે. ચોક્કસથી આગામી મેચના આયોજન પહેલા બંને ટીમોએ રમવાનો ઇનકાર કર્યો હતો અને બંને ટીમના ચાહકોએ પણ મેચનો બહિષ્કાર કર્યો હતો તેમ છતાં પણ અંતે આ મેચનું આયોજન થતાં હાલ વિશ્વના તમામ ક્રિકેટ રસિકોની નજર આગામી ભારત-પાકિસ્તાન મુકાબલા પર રહેલી છે.

