SPORTS : ઑસ્ટ્રેલિયા સામે શરમજનક પરાજય બાદ કેપ્ટન ગિલે કોના પર ફોડ્યું હારનું ઠીકરું?

0
61
meetarticle

શુભમન ગિલની વનડે કેપ્ટન તરીકેની શરુઆત જ હાર સાથે થઈ છે. પર્થમાં રમાયેલી સીરિઝ પહેલી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 વિકેટે હરાવી 1-0 ની લીડ મેળવી હતી. વરસાદ કારણે પ્રભાવિત મેચ 26-26 ઓવરની કરવામાં આવી હતી. ભારતે 136 રન બનાવ્યા હતા, જેનાથી ઓસ્ટ્રેલિયાને DLS પદ્ધતિ દ્વારા 131 રનનો ટારગેટ મળ્યો હતો. મિશેલ માર્શ (46 અણનમ) ની કેપ્ટનશીપ ઇનિંગ્સે યજમાન ટીમને 21.3 ઓવરમાં ટારગેટ હાંસલ કરવામાં મદદ કરી હતી. ગિલે આ હારનું કારણ ખરાબ શરૂઆત ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘ખરાબ શરૂઆતથી પરત ફરવું સરળ નથી, આ મેચે અમને ઘણું શીખવા મળ્યું છે.

રોહિત -કોહલીએ કર્યા નિરાશ 

7 મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ પરત ફરેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી ચાહકોને ઘણી અપેક્ષા હતી કે, આ બે મહાન બેટરોના ચોગ્ગા અને છગ્ગાની જોવા મળશે. પરંતુ એવું બન્યું નહીં. રોહિત 14 બોલમાં એક ચોગ્ગા સાથે 8 રન બનાવીને અણનમ રહ્યો. વિરાટ કોહલી આઉટ થયા પછી ક્રીઝ પર આવ્યો, પરંતુ ખાતું પણ ખોલી શક્યો નહીં. કોહલીએ આઠ બોલનો સામનો કર્યો પણ 0 રન પર આઉટ થયો. વરસાદના વિક્ષેપ વચ્ચે, અક્ષર પટેલ (31) અને કેએલ રાહુલ (38) એ મહત્વપૂર્ણ રન બનાવવા માટે કેટલાક સારા શોટ ફટકાર્યા. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા નીતિશ રેડ્ડીએ અંતિમ ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા અને 11 બોલમાં 19 રન બનાવીને અણનમ રહ્યા.

હાર બાદ શું બોલ્યા ગિલ

ગિલે હાર પછી કહ્યું કે, પાવરપ્લેમાં નબળી શરૂઆત ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ હતું. તેમણે કહ્યું, ‘જ્યારે તમે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવો છો, ત્યારે તમે હંમેશા વાપસી કરવાની કોશિશ કરો છો, અને તે સરળ નથી.’  ઉલ્લેખનીય છે કે, ભારતે નવ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ટીમનો સ્કોર માત્ર 25 રન હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને ખુદ કેપ્ટન ગિલ પણ આઉટ થયા હતા. ગિલ પણ માત્ર 10 રન કરી પરત ફર્યો હતો.ગિલે વધુમાં આગળ કહ્યું, ‘અમે આ મેચમાંથી ઘણું શીખવા મળ્યું છે અને ઘણા સકારાત્મક વાતો પણ રહી. અમે 130 રનનો બચાવ કરી રહ્યા હતા અને અમે મેચમાં વાપસી કરી. જોકે અંત સુધી નહીં, અમે તેને ખૂબ આગળ લઈ ગયા હતા. અમે તેનાથી ઘણો સંતોષ હતો.’ ચાહકો તરફથી મળેલા સમર્થન અંગે ગિલે કહ્યું, ‘અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ. ચાહકો મોટી સંખ્યામાં આવ્યા હતા અને અમને આશા છે કે તેઓ એડિલેડમાં પણ અમને ઉત્સાહિત કરવા આવશે.’

બીજી વનડે 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે

નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here