ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ અને વનડે બાદ હવે ટી20 સીરિઝ ચાલી રહી છે. આ સીરિઝમાં ટી20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઈસ કેપ્ટન શુભમન ગિલ નિરાશાજનક દેખાવ કરી રહ્યા છે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવ તો છેલ્લી ઘણી મેચોથી સારું નથી રમી રહ્યો. છેલ્લી 20 મેચોથી સૂર્યકુમાર યાદવે એક પણ હાફ સેન્ચુરી પણ ફટકારી નથી. એવામાં પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ સવાલ ઉઠાવ્યા છે.

સૂર્યકુમાર યાદવ પર ભડક્યો આકાશ ચોપડા
આકાશ ચોપડાએ પોતાની યુટ્યુબ ચેનલમાં કહ્યું છે, કે ટીમના કેપ્ટનની જવાબદારી માત્ર ટોસ અને બોલરને મેનેજ કરવાની નથી. તમે ટોપ-4માં બેટિંગ કરવા આવો છો તો સૌથી મુખ્ય કામ તો રન બનાવવાનું છે. છેલ્લી 17 મેચમાં એવરેજ 14, એક પણ ફિફ્ટી નહીં, માત્ર બે જ મેચમાં 25થી વધુ રન ફટકાર્યા છે. આ ચિંતાનો વિષય છે.’
વર્લ્ડકપ પહેલા સ્થિતિ ન સુધરી તો?
નોંધનીય છે કે 2026માં ટી20 વર્લ્ડકપ યોજાશે. એવામાં સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલના કારણે સતત ટીમનું ટેન્શન વધી રહ્યું છે. વર્લ્ડકપ પહેલા હજુ ભારતે 8 ટી20 મેચો રમવાની છે. એવામાં જો આ બંને ખેલાડી ખાસ યોગદાન નહીં આપે તો મોટા નિર્ણય પણ લેવાઈ શકે છે.
છેલ્લી 14 મેચોથી વાઈસ કેપ્ટન શુભમન ગિલે પણ કોઈ હાફ સેન્ચુરી ફટકારી નથી. ગિલે છેલ્લી 14 મેચમાં 23.90ની એવરેજથી કુલ 263 રન બનાવ્યા છે.

