SPORTS : ક્રિકેટર કુલદીપ યાદવ વંશિકા સાથે લગ્નના તાંતણે બંધાયો, પ્રથમ તસવીરો આવી સામે

0
11
meetarticle

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ આજે વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાયો, બંનેના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે, જેમાં કુલદીપ ક્રીમ કલરની શેરવાનીમાં અને વંશિકા લાલ રંગની સુંદર ચણિયા ચોળીમાં દેખાઈ છે. કુલદીપ અને વંશિકા ખૂબ જ નાના હતા ત્યારથી એકબીજાને ઓળખે છે. બાળપણની આ મિત્રતા સમય જતાં ગાઢ બની અને ધીમે ધીમે પ્રેમમાં પરિણમી આજે લગ્નના તાંતણે બંધાઈ બંનેએ ભવે ભવનો સંગાથ કેળવી લીધો છે.

કુલદીપ અને વંશિકાના લગ્ન ઉત્તરાખંડના મસૂરીમાં આવેલી પ્રસિદ્ધ ‘ધ સવોય’ હોટલમાં સંપન્ન થયા. આ ખાસ પ્રસંગે નવવિવાહિત કપલને આશીર્વાદ આપવા માટે બાબા બાગેશ્વર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ક્રિકેટ જગતની ઘણી જાણીતી હસ્તીઓ જેવી કે સુરેશ રૈના, મોહમ્મદ કૈફ, યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ, તિલક વર્મા, ફિલ્ડિંગ કોચ ટી દિલીપે પણ લગ્નમાં હાજરી આપી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટ્સ અનુસાર, જે મંડપમાં બંનેએ સાત ફેરા લીધા છે, તેને કોલકાતાના ખાસ સુગંધિત ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કુલદીપ યાદવ પોતાની દુલ્હનને લેવા માટે ખાસ વિન્ટેજ કારમાં જાન લઈને પહોંચ્યો હતો. પોતાની જાનમાં કુલદીપ યાદવે ઉત્સાહિત થઈ ખૂબ ડાન્સ પણ કર્યો હતો.

મસૂરીની પ્રતિષ્ઠિત હોટલમાં ગત શુક્રવારે સવારે કુલદીપ યાદવના પીઠીની વિધિનું આયોજન કરાયું હતું. આજે 14 માર્ચે લગ્ન બાદ લખનઉની પ્રતિષ્ઠિત હોટલ સેન્ટ્રમમાં 17 માર્ચે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં ક્રિકેટ, રાજકારણ અને વેપાર જગતની અનેક મોટી હસ્તી સામેલ થવાની સંભાવના છે. કુલદીપે ચોથી જૂન-2025માં વંશિકા સાથે લખનઉમાં સગાઈ કરી હતી. કુલદીપ-વંશિકા એકબીજાને નાનપણથી જાણે છે. બંને મૂળ કાનપૂરના રહેવાસી છે. બંને વચ્ચે વર્ષો પહેલા મિત્રતા થઈ અને હવે આ સંબંધ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here