ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20Iની ત્રીજી મેચ આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.સીરિઝમાં 2-0થી આગળ રહેલી ટીમ ઈન્ડિયા આજે સીરિઝ પોતાના નામે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.દરમિયાન ન્યુઝીલેન્ડ વાપસી કરીને સીરિઝ હારવાના ખતરાને ટાળવાનો પ્રયાસ કરશે.ત્રીજી ટી20 માટે ટોસ સાંજે 6:30 વાગ્યે થશે, મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

નાગપુરમાં ભારતીય મેચ જીતી હતી
નાગપુરમાં રમાયેલી T20I સીરિઝની પહેલી મેચમાં ભારતે 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ મેચ 48 રનથી જીતી હતી. ત્યારબાદ રાયપુરમાં બીજી ટી20 મેચ રમાઈ હતી. આ મેચમાં કિવીઓએ પ્રથમ બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 6 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સંજૂ સેમસન છગ્ગા મારીને આઉટ થયો હતો અને અભિષેક શર્મા શૂન્ય રન પર આઉટ થયો હતો. તેમ છતાં ટીમ ઈન્ડિયાએ 15.2 ઓવરમાં 209 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ગુવાહાટી પિચ રિપોર્ટ
ગુવાહાટીના બારસાપર સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે અનુકૂળ છે. ફરી એકવાર હાઇ-સ્કોરિંગ મેચની અપેક્ષા છે. 2023માં ભારતે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરીને 222 રન બનાવ્યા હતા. જોકે, ટીમ ઇન્ડિયા મેચ હારી ગઈ કારણ કે ઓસ્ટ્રેલિયાએ લક્ષ્યનો પીછો કર્યો હતો.
ભારતની સંભવિત પ્લેઇંગ 11
અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ/હર્શિત રાણા, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ11
ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાઈલ જેમિસન, મેટ હેનરી, ઇશ સોઢી અને જેકબ ડફી.
