SPORTS : ગૌતમ ગંભીરને હટાવી VVS લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોચ બનાવાશે? અટકળો બાદ BCCIનું મોટું નિવેદન

0
40
meetarticle

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને લઈને કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. એવામાં ટેસ્ટ ટીમમાં ગૌતમ ગંભીરને બદલે અન્ય કોઈ વ્યક્તિને કોચ બનાવવાની અટકળો ચાલી રહી છે. એવામાં BCCIના સચિવ દેવજીત સાઇકિયાએ જવાબ આપ્યો છે. 

વનડે-ટી20માં ગંભીર અને ટેસ્ટમાં અલગ કોચ? 

મીડિયા સાથે વાતચીતમાં BCCI સચિવે કહ્યું છે, કે ગૌતમ ગંભીરને ટેસ્ટ કોચ પદથી હટાવવા મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ. આવી વાતો માત્ર અફવા છે. તેમના કોન્ટ્રાક્ટનો અંત ન થાય ત્યાં સુધી તેઓ કોચ તરીકે જવાબદારી નિભાવતા રહેશે.

ગૌતમ ગંભીરને હટાવી VVS લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોચ બનાવાશે? અટકળો બાદ BCCIનું મોટું નિવેદન 2 - image

BCCIના અધિકારીએ VVS લક્ષ્મણનો સંપર્ક કર્યો હોવાનો હતો દાવો

ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમ સારો દેખાવ નથી કરી રહી. હાલમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં ભારતનો પરાજય થયો હતો. જે બાદથી જ ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ અને હેડ કોચ ગૌતમ ગંભીર સામે સવાલો ઊભા થયા હતા. એવામાં ન્યૂઝ એજન્સી PTI અનુસાર BCCIના એક અધિકારીએ ગૌતમ ગંભીરને બદલે નવા કોચ માટે VVS લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં તો ગૌતમ ગંભીરનો રૅકોર્ડ સારો છે. તેમના નેતૃત્વમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં જીત હાંસલ કરી. જોકે ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરનો રૅકોર્ડ સારો નથી. SENA દેશો સામે ભારત ટેસ્ટ ક્રિકેટમાં 10 મેચો હાર્યું. એવામાં ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામે ભારતની ભૂંડી હાર બાદ BCCI હરકતમાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર BCCIના એક અધિકારીએ અનૌપચારિક રીતે VVS લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો અને તેમને ટેસ્ટ ક્રિકેટ માટે ટીમને કોચિંગ આપવા પૂછ્યું હતું. જોકે સામે એક સમયના દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણે જવાબ આપ્યો હતો કે તેઓ બેંગલુરુમાં સેન્ટર ઑફ એક્સિલેન્સમાં પ્રમુખ તરીકે કામ કરીને ખુશ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here