SPORTS : ચેમ્પિયન મહિલા ટીમને મળ્યા PM મોદી

0
46
meetarticle

આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ 2025માં વિજેતા રહેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેવા તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. વડાપ્રધાને ભારતીય ક્રિકેટની મહિલા ટીમનું સન્માન કર્યું. આજે વડાપ્રધાનના નિવાસ સ્થાને મુલાકાત બાદ મોટાભાગના ખેલાડીઓ પોતાના વતન જવા રવાના થશે. જણાવી દઈએ કે, ગત રવિવારે ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને પહેલીવાર મહિલા વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

વડાપ્રધાન તરફથી વ્યક્તિગત અભિનંદન મળ્યા બાદ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. વડાપ્રધાન મોદીએ ટીમની ઐતિહાસિક જીત બદલ પ્રશંસા કરી અને દેશભરના યુવા ખેલાડીઓને પ્રેરણા આપતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. બાદમાં ચેમ્પિયન ટીમ તાળીઓના ગડગડાટ અને કડક સુરક્ષા વચ્ચે પોતાની હોટલ પરત ફરી હતી.

કેપ્ટન હરમનપ્રીતે શું કહ્યું?

ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ અવસરે કહ્યું કે, ‘તેમણે 2017માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, પરંતુ તે સમયે ટીમ વગર ટ્રોફી ગઈ હતી.’ તેમણે હસતા હસતા કહ્યું કે, ‘હવે અમે ટ્રોફીની સાથે આવ્યા છીએ, અને અમે ઈચ્છીએ છીએ કે આગળ પણ વારંવાર આવા અવસરે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થતી રહે.’

વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શું કહ્યું?

વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, વડાપ્રધાન હંમેશા ટીમને પ્રેરિત કરે છે અને તેમની ઉર્જાથી દરેક ખેલાડીને નવી દિશા મળે છે. આજે દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધતી રહે અને વડાપ્રધાનના પ્રોત્સાહને તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here