SPORTS : જાયન્ટ કિલર નેપાળ પર ક્રિકેટના દિગ્ગજો આફરીન! આ દિગ્ગજે કોચ બનવાની ઓફર આપી, યુવરાજ-અશ્વિને પણ કર્યા વખાણ

0
10
meetarticle

T20 વર્લ્ડ કપના મંચ પર જાયન્ટ કિલર નેપાળના શાનદાર પ્રદર્શને એ સાબિત કરી દીધું કે તે હવે માત્ર એક એસોસિએટ ટીમ નથી રહી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પૂર્વ વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે નેપાળ જીતની ખૂબ નજીક પહોંચી ગયું હતું અને મેચ અંતિમ ઓવર સુધી રમાઈ. ભલે પરિણામ ઈંગ્લેન્ડના પક્ષમાં ગયું, પરંતુ મેચની સૌથી મોટી સ્ટોરી નેપાળની નિડર ક્રિકેટ રહી.

ઈંગ્લેન્ડનો મજબૂત સ્કોર

ટોસ બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ પર 184 રન બનાવ્યા હતા. કેપ્ટન હેરી બ્રુકે જવાબદારી સંભાળતા 53 રનની ઈનિંગ રમી, જ્યારે જેકબ બેથેલે પણ 55 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. સ્કોરબોર્ડ જોતાં એવું લાગી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડ સરળતાથી મેચ જીતી જશે, પરંતુ નેપાળના ઈરાદા કંઈક અલગ જ હતા.

નેપાળે બદલ્યો માહોલ

185 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેપાળે શરૂઆતથી જ આક્રમક વલણ દાખવ્યું. કેપ્ટન રોહિત પૌડેલે 39 રન બનાવીને ટીમને શાનદાર શરૂઆત અપાવી. કુશલ ભુર્તેલે ઝડપી 29 રન ફટકાર્યા, જ્યારે દીપેન્દ્ર સિંહ એરીની 44 રનની ઈનિંગે ઈંગ્લેન્ડના ખેલાડીઓમાં ખળભળાટ મચાવી દીધો. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં નેપાળી સમર્થકો હાજર હતા.

છેલ્લી ઓવરમાં તૂટ્યું સપનું

મેચની સૌથી રોમાંચક ક્ષણ છેલ્લી ઓવરમાં આવી, જ્યારે નેપાળને જીત માટે માત્ર 10 રનની જરૂર હતી. અહીં ઈંગ્લેન્ડના સેમ કરણે અનુભવ દેખાડ્યો અને શાનદાર બોલિંગ કરીને માત્ર 4 જ રન આપ્યા.

ક્રિકેટના દિગ્ગજો આફરીન

નેપાળના આ શાનદાર પ્રદર્શનની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે. યુવરાજ સિંહે કહ્યું કે, ‘નેપાળની ટીમમે દિલથી સન્માન. ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમ સામે ઝૂક્યા નહીં, તેઓ છેલ્લા બોલ સુધી મેચમાં રહ્યા અને સાબિત કર્યું કે હિંમત અને આત્મવિશ્વાસ શું કરી શકે છે. આવી જ રીતે ટીમો પરિપક્વ બને છે અને અહીંથી જ ભવિષ્યના ચેમ્પિયન ઉભરી આવે છે. આજે સમગ્ર ક્રિકેટ જગત તમને જોઈ રહ્યું છે.’

બીજી તરફ આર અશ્વિને નેપાળને ઉભરતી ટીમોમાં સૌથી મજબૂત ગણાવી. જ્યારે ઈરફાન પઠાણે કહ્યું કે, ‘પરિણામ ભલે ઈચ્છા પ્રમાણે ન મળ્યું, પરંતુ દિશા એકદમ યોગ્ય છે. નેપાળે સ્પષ્ટ કરી દીધું કે તેમની ટીમ યોગ્ય રાહ પર છે અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને દબાણમાં મૂકવી એ પોતાનામાં જ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.’આવી સ્થિતિમાં નેપાળની ટીમ 180 રન પર જ અટકી ગઈ અને મેચ 4 રનથી હારી ગઈ. જોકે, તેણે ઈંગ્લેન્ડને જીતનો જશ્ન મનાવવાથી વધુ રાહતનો શ્વાસ લેવા માટે મજબૂર કરી. 

આ દિગ્ગજે કોચ બનવાની ઓફર આપી

આ તમામ વચ્ચે આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડેલ સ્ટેનની પ્રતિક્રિયા ખાસ રહી. તેમણે નેપાળના કોચ બનવાની ઓફર આપતા કહ્યું કે, આ ટીમ સતત ઉપર ઉઠી રહી છે. 

આગામી પડકાર વેસ્ટ ઈન્ડિઝ

નેપાળ હવે 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. ઈંગ્લેન્ડ સામેના પ્રદર્શન બાદ એ સ્પષ્ટ છે કે નેપાળ આ મેચમાં પણ મોટા ઉલટફેરથી પીછે હઠ નહીં કરે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here