SPORTS : દુબઈમાં ફસાયેલી ઓલિમ્પિક સ્ટાર સુરક્ષિત ભારત પહોંચી 

0
21
meetarticle

 બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ આખરે સુરક્ષિત પોતાના ઘર બેંગલુરુ પરત ફરી છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા અમેરિકા-ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે એરસ્પેસ બંધ થવાને કારણે તે ઘણા દિવસોથી દુબઈમાં ફસાયેલી હતી. આ દરમિયાન નજીકમાં થયેલા વિસ્ફોટ બાદ દુબઈ એરપોર્ટથી ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, જેના કારણે સ્થિતિ વધુ અનિશ્ચિત થઈ ગઈ હતી.

આ સ્થિતિના કારણે પીવી સિંધુને 3 માર્ચ, 2026ના રોજ બર્મિંગહામમાં શરૂ થનારી પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપ (All England Open Championships)માંથી નામ પાછું ખેંચવું પડ્યું છે. આ ટુર્નામેન્ટ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)ની સુપર 1000 ઈવેન્ટ છે અને પેરિસ ઓલિમ્પિક સાયકલની તૈયારી માટે તેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં તેનું બહાર થવું મોટા અવરોધના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

સિંધુ પોતાની ટીમ સાથે જેમાં ઈન્ડોનેશિયન કોચ ઈરવાંસ્યાહ અદિ પ્રતામાનો પણ સામેલ હતો, તેઓ દુબઈમાં ફસાયેલા હતા અને તેમના રહેઠાણની નજીક વિસ્ફોટ થયા બાદ તેમનો માંડ-માંડ જીવ બચ્યો હતો. જોકે તેમને એક સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિ અને મુસાફરીમાં વિક્ષેપોને કારણે ઓલિમ્પિક મેડલ વિજેતાને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાંથી હટી જવું પડ્યું.

પીવી સિંધુની ભાવુક પોસ્ટ

બેંગલુરુ પહોંચ્યા બાદ સિંધુએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. તેણે લખ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ તણાવપૂર્ણ અને અનિશ્ચિત રહ્યા, પરંતુ સુરક્ષિત રીતે ઘરે પરત ફરવા બદલ આભારી અનુભવી રહી છું.’ તેણે  દુબઈ વહીવટી તંત્ર, એરપોર્ટ સ્ટાફ, ઈમિગ્રેશન અધિકારીઓ અને ગ્રાઉન્ડ ટીમોનો ખાસ આભાર માન્યો, જેમણે મુશ્કેલ સમયમાં સહાનુભૂતિ અને પ્રોફેશનલિજમ વલણ દેખાડ્યું.સિંધુએ સંકેત આપ્યો કે, હાલમાં તે આરામ કરશે, ખુદને રીસેટ કરશે અને આગળની ટ્રેનિંગ યોજના પર વિચાર કરશે. જોકે, તાજેતરની સ્થિતિને જોતા તેના આગામી ટૂર્નામેન્ટ અને પ્રેક્ટિસ કાર્યક્રમને લઈને તસવીર સ્પષ્ટ નથી.

પીવી સિંધુએ સિંધુ રોડ માર્ગે ઓમાન જવા અંગે વિચાર કર્યો હતો

આ અગાઉ ભારતના પૂર્વ કોચ વિમલ કુમારે જણાવ્યું હતું કે, ‘સિંધુ રોડ માર્ગે ઓમાન જવા અંગે વિચાર કરી રહી હતી. એક એથલીટ માટે આ મુશ્કેલ હોય છે કારણ કે, તે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી હતી અને તેની આખી ટીમ ઓલ ઈંગ્લેન્ડ માટે ઉત્સાહિત હતી. તેઓએ રોડ માર્ગે ઓમાન જવાનો પણ વિચાર કર્યો હતો, પરંતુ તે ખૂબ જોખમી હતું, તેથી તેણે પ્લાન છોડી દીધો.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here