SPORTS : બાંગ્લાદેશ ભલે બહાર હોય, પણ T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશી અમ્પાયરોની એન્ટ્રી

0
13
meetarticle

બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડ કપ 2026 થી બહાર થઈ ગઈ છે. પડોશી દેશે ભારતમાં સુરક્ષાની ચિંતા વ્યક્ત કરીને ટુર્નામેન્ટ રમવાનો ઇનકાર કર્યો હતો. જોકે, બાંગ્લાદેશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને (ICC) ટુર્નામેન્ટ માટે તેમના વેન્યુ બદલવા વિનંતી પણ કરી હતી, પરંતુ તેમની વાત માનવામાં આવી ન હતી. હવે ICCએ એક ચોંકાવનારો નિર્ણય લેતા બાંગ્લાદેશીઓને ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપી છે.

ICC એ યાદી જાહેર કરી

ICCએ શુક્રવારે (30 જાન્યુઆરી) મેચ ઓફિશિયલ્સની યાદી જાહેર કરી છે. જેમાં 24 અમ્પાયર અને 6 રેફરી છે. પરંતુ ધ્યાન ખેંચનારી બાબત એ રહી કે અમ્પાયરોની યાદીમાં બાંગ્લાદેશી અમ્પાયરો પણ સામેલ છે. ICCની યાદીમાં સામેલ શરફુદૌલા ઇબ્ને શાહિદ અને ગાઝી સોહેલ બાંગ્લાદેશના અમ્પાયરો છે.

પાકિસ્તાની અમ્પાયરોનો પણ સમાવેશ

આ ઉપરાંત પાકિસ્તાની અમ્પાયરોને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે, ICCએ અત્યારે માત્ર લીગ સ્ટેજની મેચો માટે જ મેચ ઓફિશિયલ્સ (અમ્પાયર અને રેફરી) ની જાહેરાત કરી છે. સુપર-8 અને નોકઆઉટ સ્ટેજ માટેના મેચ ઓફિશિયલ્સની પુષ્ટિ પાછળથી કરવામાં આવશે.

ભારત પ્રવાસે પણ આવ્યા હતા બાંગ્લાદેશી અમ્પાયર

હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની T20 સીરીઝ રમાઈ રહી છે. આ પહેલા બંને વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ હતી. ભારતીય ધરતી પર રમાયેલી ત્રણેય મેચોમાં બાંગ્લાદેશના શરફુદૌલા થર્ડ અમ્પાયર તરીકે જોવા મળ્યા હતા. હવે T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ધરતી પર બાંગ્લાદેશી અમ્પાયરો જોવા મળશે.

પ્રથમ મેચના અમ્પાયર

7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે કોલંબોમાં રમાશે. આ મેચમાં કુમાર ધર્મસેના અને વેન નાઈટ્સ અમ્પાયર તરીકે ફરજ બજાવશે.

મેચ ઓફિશિયલ્સની સંપૂર્ણ યાદી

6 મેચ રેફરી: ડીન કોસ્કર, ડેવિડ ગિલ્બર્ટ, રંજન મદુગલે, એન્ડ્રુ પાઈક્રોફ્ટ, રિચી રિચર્ડસન, જાવગલ શ્રીનાથ.

24 અમ્પાયર: રોલેન્ડ બ્લેક, ક્રિસ બ્રાઉન, કુમાર ધર્મસેના, ક્રિસ ગેફની, એડ્રિયન હોલ્ડસ્ટોક, રિચર્ડ ઇલિંગવર્થ, રિચર્ડ કેટલબરો, વેન નાઈટ્સ, ડોનોવન કોચ, જયરામન મદનગોપાલ, નીતિન મેનન, સેમ નોગાજસ્કી, કેએનએ પદ્મનાભન, અલ્લાહુદ્દીન પાલેકર, અહસાન રઝા, લેસ્લી રીફર, પોલ રીફલ, લેંગ્ટન રુસેરે, શરફુદૌલા ઇબ્ને શાહિદ, ગાઝી સોહેલ, રોડ ટકર, એલેક્સ વ્હાર્ફ, રવીન્દ્ર વિમલસિરી, આસિફ યાકુબ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here