SPORTS : બીજી વખત લગ્ન કરશે શિખર ધવન, ફિલ્મી સિતારા બનશે મહેમાન… કોણ છે દુલ્હન?

0
36
meetarticle

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓપનર અને ‘ગબ્બર’ તરીકે જાણીતો શિખર ધવનના ફરી એકવાર લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, ધવન પોતાની ગર્લફ્રેન્ડ અને આયર્લેન્ડની સુંદર મોડલ સોફી શાઇન સાથે લગ્નગ્રંથિએ જોડાવા જઈ રહ્યો છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે આ સંબંધને સત્તાવાર નામ આપવા જઈ રહ્યા છે.

ફેબ્રુઆરીમાં દિલ્હી-NCRમાં થશે ભવ્ય ઉજવણી

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કપલ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. આ માટે દિલ્હી-NCRમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજો અને બોલિવૂડની હસ્તીઓ હાજરી આપશે. શિખર ધવન પોતે આ લગ્નની તૈયારીઓમાં અંગત રસ લઈ રહ્યો છે જેથી આ નવી શરૂઆત યાદગાર બની રહે.

દુબઈમાં થઈ હતી મુલાકાત

સૂત્રોના જણાવ્યા અનુસાર, શિખર અને સોફીની પ્રથમ મુલાકાત થોડા વર્ષો પહેલા દુબઈમાં થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. હાલમાં જ રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સોફી સ્ટેન્ડમાં શિખર સાથે જોવા મળી હતી, ત્યારથી જ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને અટકળો તેજ થઈ હતી. આ સિવાય IPL 2024માં પણ સોફી ઘણી વખત શિખર ધવનને સપોર્ટ કરતી જોવા મળી હતી.

કોણ છે સોફી શાઇન?

અહેવાલો અનુસાર, સોફી આયર્લેન્ડની એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે અને તેમનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ખૂબ જ શાનદાર છે. તેણે આયર્લેન્ડની જ કેસલરોય કોલેજમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. હાલમાં તે અબુ ધાબીમાં આવેલી ‘નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશન’માં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટના ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજને કારણે તે અવારનવાર લોકોનું ધ્યાન ખેંચે છે, તેમ છતાં તે અંગત જીવનમાં લાઈમલાઈટથી દૂર રહેવાનું અને સાદગી જાળવી રાખવાનું વધુ પસંદ કરે છે.

ધવનના બીજા લગ્ન

આ શિખર ધવનના બીજા લગ્ન હશે. અગાઉ તેણે 2012માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેને એક પુત્ર ‘જોરાવર’ છે. વર્ષ 2021માં આયશા અને શિખર અલગ થયા હતા અને 2023માં તેમના સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા. હવે શિખર પોતાની જિંદગીની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here