ભારતના એક ખેલાડીએ અચાનક સન્યાસ લેવાનો પ્લાન કરી દીધો છે. આ ખેલાડીએ 15 જૂન 2014માં ભારત માટે ઈન્ટનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને જમ્મુ – કાશ્મીરમાં ભારત માટે રમેલા પહેલા ક્રિકેટર બન્યો હતો. પરંતુ આ ખેલાડીએ હવે ક્રિકેટના દરેક ફોર્મેટને છોડવાનો નિર્ણય કર્યો છે.

ભારતના આ ખેલાડીએ લીધો સન્યાસ
જમ્મુ – કાશ્મીરથી ભારત માટે વનડે મેચ રમનારા પહેલા ક્રિકેટર પરવેજ રસૂલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષીય આ ઓલરાઉન્ડરે 18 ઓક્ટેબરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તેના આ નિર્ણયની માહિતી આપી છે. રસૂલે 15 જૂન, 2014 ના રોજ મીરપુરમાં બાંગ્લાદેશ સામે પોતાનો પહેલો ODI રમ્યો હતો. તે મેચમાં તેણે 10 ઓવરમાં 60 રન આપીને બે વિકેટ લીધી હતી. 26 જાન્યુઆરી, 2017 ના રોજ કાનપુરમાં ઇંગ્લેન્ડ સામેની પોતાની એકમાત્ર T20 મેચમાં તેણે 5 રન બનાવ્યા હતા અને 32 રન આપીને ઇયોન મોર્ગનની વિકેટ લીધી હતી.રસૂલના સ્થાનિક કરિયર ખૂબ શાનદાર રહ્યું. તેણે 95 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 5648 રન બનાવ્યા હતા અને 352 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 164 લિસ્ટ A મેચ અને 71 T20 મેચ પણ રમી હતી. તેને બે વાર (2013/14 અને 2017/18) રણજી ટ્રોફીમાં બેસ્ટ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ ટ્રોફી એવોર્ડ પણ મળ્યો. IPLમાં તેણે પુણે વોરિયર્સ ઇન્ડિયા, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કુલ 11 મેચ રમી.
સન્યાસ પછી રસુલે શું કહ્યું
સન્યાસની જાહેરાત કર્યા પછી રસુલે સ્પોર્ટસ્ટારને કહ્યું, જ્યારે અમે રમવાનું શરૂ કર્યું, ત્યારે ઘણા લોકો જમ્મુ અને કાશ્મીર ક્રિકેટને ગંભીરતાથી લેતા નહોતા. અમે કેટલીક મોટી ટીમોને હરાવી અને રણજી ટ્રોફી અને અન્ય BCCI-સંલગ્ન ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. મેં લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કર્યું, અને ટીમની સફળતાની સ્ટોરીમાં થોડું યોગદાન આપવાનો મને ખૂબ સંતોષ મળે છે.’

