SPORTS : ભારતને હરાવ્યા બાદ મારક્રમે દુઃખતી નસ દબાવી, જીતના કારણો જણાવ્યા

0
17
meetarticle

 T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડની શરૂઆત જ જોરદાર ઉલટફેર સાથે થઈ છે. સાઉથ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં જ ગત વર્લ્ડ કપની ફાઈનલની હારનો બદલો લેતા ભારત ટીમને 76 રનના મોટા અંતરથી પછાડી દીધી છે. ખાસ વાત એ છે કે આ હાર મેળવનાર ટીમ 2023ના વર્લ્ડ કપ ફાઈનલ પછી કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં હારી નહોતી, પરંતુ દક્ષિણ આફ્રિકાના શિસ્તબદ્ધ દેખાવ સામે તેમનો વિજયી રથ અટકી ગયો હતો.

‘ઈગો’ સાઈડમાં રાખ્યો અને બાજી પલટાઈ

મેચ બાદ કેપ્ટન એડન મારક્રમે જીતનું રહસ્ય ખોલતા જણાવ્યું કે, એક સમયે ટીમે માત્ર 20 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાંથી ડેવિડ મિલર અને બ્રેવિસ વચ્ચેની 100 રનની ભાગીદારીએ પાસા પલટી નાખ્યા. મારક્રમે કહ્યું, ‘અમે નક્કી કર્યું હતું કે મેદાન પર પોતાનો ‘ઈગો’ સાઈડમાં રાખીશું. પિચ થોડી અલગ હતી અને બોલ સ્પોન્જી લાગી રહ્યો હતો, તેથી અમે માત્ર મોટા શોટ્સ મારવાને બદલે રન દોડવા પર અને ગેમમાં ટકી રહેવા પર ધ્યાન આપ્યું. મધ્ય ઓવરોમાં અમારી આ બેટિંગ જ મેચનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.’બોલરોનો દબદબો અને લુંગી એન્ગિડીનો રોલ

સાઉથ આફ્રિકાના બોલિંગ યુનિટે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન મારક્રમે લુંગી એન્ગિડીના વખાણ કરતા તેને અસલી ‘ટીમ મેન’ ગણાવ્યો હતો. તેણે જણાવ્યું કે, ‘લુંગીને ક્યારે અને કયા રોલમાં બોલિંગ આપવી તે અમે પિચની સ્થિતિ જોઈને નક્કી કરીએ છીએ. મધ્ય ઓવરોમાં વિકેટ લેવાની તેની ક્ષમતા ટીમને હંમેશા મજબૂત સ્થિતિમાં રાખે છે.’ આ જીત સાથે સાઉથ આફ્રિકાએ સાબિત કરી દીધું છે કે તેઓ આ વખતે ટ્રોફી જીતવાના પ્રબળ દાવેદાર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here