SPORTS : ‘મેં સચિન તેંડુલકર કરતાં 5000 વધુ રન કર્યા હોત…’ ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું ચોંકાવનારું નિવેદન

0
41
meetarticle

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટર માઇકલ હસીએ પોતાની કારકિર્દીની શરુઆત મોડી થવા પર મજાકના મૂડમાં એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી ક્રિકેટ જગતમાં ચર્ચા શરુ થઈ ગઈ છે. તેણે કહ્યું કે, ‘જો મને નાની ઉંમરથી રાષ્ટ્રીય ટીમ માટે રમવાની તક મળી હોત, તો મે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર કરતાં પણ 5,000 વધુ રન બનાવ્યા હોત.’ નોંધનીય છે કે ‘મિસ્ટર ક્રિકેટ’ના નામથી જાણીતા માઇકલ હસીએ 28 વર્ષની મોટી ઉંમરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરુઆત કરી હતી.

ક્રિકેટમાં મોડી શરુઆત પર હસીનું નિવેદન

તાજેતરની એક ઇન્ટરવ્યુમાં માઇકલ હસીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની મોડી શરુઆત પર વાત કરી. તેણે 49ની પ્રભાવશાળી સરેરાશથી કારકિર્દીમાં કુલ 12,398 રન બનાવ્યા હતા. માઇકલ હસીએ મજાકમાં કહ્યું કે, ‘જો મને વહેલી તક મળી હોત, તો તે કદાચ સચિન તેંડુલકરથી 5,000 રન આગળ પહોંચી ગયો હોત.’ આ ઉપરાંત તેણે સ્વીકાર્યું કે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની મોડી શરુઆતને કારણે તેના કુલ રનનો આંકડો ઓછો રહ્યો.

મોડી તકનો ફાયદો

જો કે, હસીએ પોતાની મોડી શરુઆતના ફાયદા વિશે પણ વાત કરી. તેણે કહ્યું, ‘મને ભલે મોકો મોડો મળ્યો, પણ જ્યારે મને તક મળી, ત્યારે મને રમતની સારી સમજ હતી, જે તેના માટે ફાયદાકારક સાબિત થઈ. અનુભવી થયા પછી તક મળવાથી તેને પરિસ્થિતિઓ અને રમતની માંગને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી.’

માઇકલ હસી ઓસ્ટ્રેલિયાની 2007ના ODI વર્લ્ડ કપ વિજેતા ટીમ તેમજ 2006 અને 2009ની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો પણ ભાગ હતો. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) વતી પણ રમી ચૂક્યો છે. હસીના આ મજાકિયા નિવેદને ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો વચ્ચે એક નવી ચર્ચા જગાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here