ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ, ભારતીય ટીમના નામે એક નિરાશાજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. ટીમ ઈન્ડિયા સતત 18મી વનડે મેચમાં ટોસ હારી છે, જેનો સિલસિલો 2023ના વર્લ્ડ કપ ફાઈનલથી શરૂ થયો હતો. બીજી બાજુ પહેલી બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 236 રનનું લક્ષ્ય આપ્યું હતું જેની સામે રોહિત અને વિરાટને શાનદાર બેટિંગ કરતાં 1 જ વિકેટના નુકસાને લક્ષ્ય પાર પાડ્યું હતું.

રોહિત-વિરાટની શાનદાર બેટિંગ
વિરાટ અને રોહિત શર્માએ શાનદાર રીતે ફોર્મમાં પાછા ફરતાં ઓસ્ટ્રેલિયન બોલર્સને ધૂળ ચટાડી દીધી. 1 જ વિકેટના નુકસાન પર ટીમ ઈન્ડિયાએ 237 રનનું લક્ષ્ય આસાનીથી પાર પાડ્યું હતું. જેમાં કોહલીએ 74 રન તો રોહિત શર્માએ 121 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ વન ડેની શ્રેણીનો 2-1થી પરાજય સાથે અંત આણ્યો હતો.રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ
રોહિત શર્મા વન ડેમાં હવે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારનારો પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ 6 સદી (33 ઈનિંગ) ફટકારી છે. જ્યારે 5 સદી (32 ઈનિંગ) સાથે વિરાટ કોહલી બીજા અને 5 સદી સાથે કુમાર સંગાકારા(49 ઈનિંગ) ત્રીજા ક્રમે છે.
રોહિત શર્માની સદી પૂર્ણ
રોહિત શર્માએ શાનદાર ફોર્મ જાળવી રાખતા ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી જ વન-ડેમાં સદી ફટકારી દીધી છે. જ્યારે સામે છોડે કોહલી પણ ફોર્મમાં પાછો ફરતા 59 રને રમી રહ્યો છે.
રોહિત-કોહલી ફોર્મમાં પાછા ફર્યા
રોહિત શર્માએ દમદાર બેટિંગ બતાવતા, કોહલી પણ પાછો ફોર્મમાં આવી ગયો છે. બંનેએ 183 રનના સ્કોર સુધી ટીમ ઈન્ડિયાને પહોંચાડી દીધી છે. ઓસ્ટ્રેલિયન બોલર્સ લાચાર દેખાઈ રહ્યા છે. હાલમાં કોહલી 53 તો રોહિત શર્મા 91 રન બનાવીને રમતમાં છે જે સદીની નજીક પહોંચી ચૂક્યો છે.

