SPORTS : વિશ્વકપ સ્ટાર શેફાલી વર્માએસંત રાજીન્દર સિંહજી મહારાજનો આશીર્વાદ મેળવ્યો

0
33
meetarticle

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાણીતી ખેલાડી શેફાલી વર્મા, જેઓએ 2 નવેમ્બર, 2025ના રોજ નવિ મુંબઈમાં દક્ષિણ આફ્રિકા સામે યોજાયેલા વિશ્વકપ ફાઈનલમાં 87 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને બે વિકેટ પણ મેળવી હતી. તેમના આ ઉત્તમ પ્રદર્શન બદલ તેમને “પ્લેયર ઑફ ધ મેચ” જાહેર કરવામાં આવ્યા હતા. આ વિજય પછી તેમણે દિલ્હીમાં પોતાના આધ્યાત્મિક ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજનો આશીર્વાદ મેળવ્યો.

વિજયી ભારતીય ટીમ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા નવી દિલ્હી પહોંચી, ત્યારબાદ 21 વર્ષીય શેફાલી વર્મા પોતાના પરિવાર સાથે વિજયનગર સ્થિત કૃપાલ આશ્રમ પહોંચી, સાવન કૃપાલ રૂહાની મિશન અને સાઇન્સ ઑફ સ્પિરિચ્યુઅલિટી ના પ્રમુખ સાક્ષાત સંત રાજીન્દર સિંહ જી મહારાજ, પાસેથી દૈવી આશીર્વાદ મેળવ્યો. શેફાલી વર્મા અને તેમનો પરિવાર ઘણા વર્ષોથ સંત રાજીન્દર સિંહજીના અનુયાયી રહ્યા છે અને દરેક ટૂર્નામેન્ટ પહેલાં તેમનો આશીર્વાદ લે છે.

શેફાલી વર્માનો શરૂઆતમાં વિશ્વકપ ટીમમાં સમાવેશ ન થયો હતો. પરંતુ તેમની સાથી ખેલાડી પ્રતિક રાવલ ઇજાગ્રસ્ત થતા તેમને ચમત્કારિક રીતે ટીમમાં સ્થાન મળ્યું. તેમણે આ તકનો પૂરો લાભ લીધો અને ફાઇનલમાં નિર્ણાયક ઇનિંગ રમી ભારતને પ્રથમ વાર વિશ્વકપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

શેફાલી વર્માએ પોતાના જીવનમાં “ધ્યાન-અભ્યાસ અને આધ્યાત્મિકતા”ની ભૂમિકા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે કેવી રીતે આ બાબતો તેમને મેદાન પર સ્થિર અને કેન્દ્રિત રહેવામાં મદદ કરે છે.

આશીર્વાદ મેળવ્યા બાદ શેફાલી વર્માએ જણાવ્યું કે, “સંત રાજીન્દર સિંહ જી અમારા માર્ગદર્શક છે. હું દરેક ટૂર્નામેન્ટ પહેલાં તેમનો આશીર્વાદ લઉં છું. ધ્યાન, નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિકતાની તેમની શિક્ષણોએ મારા સર્વાંગી વિકાસમાં મદદ કરી છે. આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે, આ મને દબાણની પરિસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવામાં મદદ કરે છે.”

સંત રાજીન્દર સિંહજી મહારાજે શેફાલી વર્માને આશીર્વાદ આપ્યો અને ભવિષ્યના પ્રયત્નોમાં ઉત્કૃષ્ટતા મેળવવા શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે “ધ્યાન-અભ્યાસ અને દૃઢતાથી વ્યક્તિ જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે — પછી તે ક્રિકેટ હોય કે આધ્યાત્મિકતા.” સંત રાજીન્દર સિંહજીએ શેફાલીના દેશને ગૌરવ અપાવવાના પ્રયત્નોની પ્રશંસા કરી અને તેમને ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા.

સંત રાજીન્દર સિંહજી મહારાજ, બિનલાભકારી સંસ્થા સાવન કૃપાલ રૂહાની મિશન, જેને સાયન્સ ઑફ સ્પિરિચ્યુઅલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે,ના પ્રમુખ છે. તેઓ ધ્યાન શિબિરો, પુસ્તકો — જેમ કે ડિટોક્સ ધ માઇન્ડ, મેડિટેશન એઝ મેડિકેશન ફૉર ધ સોલ, અને ઇનર એન્ડ આઉટર પીસ થ્રુ મેડિટેશન — તેમજ ડીવીડી, ઑડિયો પુસ્તકો, લેખો, ટીવી, રેડિયો, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મારફતે વિશ્વભરના લાખો લોકોને ધ્યાન શીખવવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here