SPORTS : વૈભવ સૂર્યવંશીનો ઝંઝાવાત : ઇંગ્લેન્ડને હરાવી ભારત અંડર-૧૯માં વર્લ્ડ ચેમ્પિયન

0
14
meetarticle

વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક બેટિંગ સાથે ઇંગ્લેન્ડને ધરાશાયી કરીને ભારતને અંડર-૧૯ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાાં મહત્તમ યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીએ ૧૫ ચોગ્ગા, ૧૫ છગ્ગા સાથે ૮૦ બોલમાં ૨૧૮.૭૫ના સ્ટ્રાઇક રેટ સાથે ૧૭૫ રન ફટકારી ઇંગ્લેન્ડને હતપ્રભ તો કરી જ દીધું હતું પણ ભારતે વૈભવની આવી બેટિંગના લીધે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૪૧૧ રનનો જંગી અને ઇંગ્લેન્ડને આંખે અંધારા લાવી દેતોવૈભવ સૂર્યવંશીની આ ઇનિંગ ભારતની સિનિયર, અંડર-૧૯ કે લિસ્ટ-એ કોઈ પણ વયજૂથના ક્રિકેટમાં નોંધાયેલી શ્રેષ્ઠ કે ‘એપિક’ ઇનિંગની યાદીમાં સ્થાન પામશે. વૈભવ સૂર્યવંશીની સદીએ અંડર-૧૯ વર્લ્ડ ક્રિકેટના કેટલાક કિર્તિમાન પણ સર્જ્યા છે. તેની ઇનિંગની લાક્ષણિકતા પર નજર નાખવા જેવી છે.

* વૈભવે ૫૦ રન ૩૨ બોલમાં ૬ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે ફટકાર્યા

* વૈભવે ૧૦૦ રન ૫૫ બોલમાં ૮ ચોગ્ગા, ૮ છગ્ગા સાથે પૂર્ણ કર્યા

* વૈભવે ૧૫૦ રન ૭૧ બોલમાં ૧૨ ચોગ્ગા ૧૩ છગ્ગા સાથે ફટકાર્યા

* વૈભવે ૧૭૫ રનની ઇનિંગ ૮૦ બોલમાં ૧૫ ચોગ્ગા,૧૫ છગ્ગા સાથે રમી.

*  પ્રથમ ૫૦ રન ૩૨ બોલમાં બીજા ૫૦ રન ૨૩ બોલમાં, ત્રીજા ૫૦ રન ૧૬ બોલમાં, ૨૫ રન ૯ બોલમાં ફટકાર્યા

*  અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી હાઇએસ્ટ સ્કોર વૈભવ (૧૭૫)નો છે તેના પછી બીજા ક્રમે ભારતના જ ઉનમુક્ત ચંદ (૨૦૧૨) ૧૧૧ અણનમનો છે.

* વૈભવ  સૂર્યવંશી અંડર-૧૯ વર્લ્ડ કપનો સૌથી યુવા શતકવીર છે.

વૈભવે આ ઇનિંગમાં ૧૫ છગ્ગા ફટકાર્યા હતા જે અંડર-૧૯ વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ છે.

* વૈભવે ૧૫૦ રન બાઉન્ડ્રીથી ફટકાર્યા હતા એ પણ અંડર-૧૯ વર્લ્ડ કપનો રેકોર્ડ છે.

વૈભવની વિસ્ફોટક બેટિંગ

પ્રત્યેકરનબોલ
પ્રથમ૫૦૩૨
બીજા૫૦૨૩
ત્રીજા૫૦૧૬
પ્લસ૨૫

સ્કોર કર્યો હતો. ઇંગ્લેન્ડ જવાબમાં ૪૦.૨ ઓવરોમાં ૩૨૧ રનમાં ઓલઆઉટ થયું હતું. તેના પરથી સ્પષ્ટ પુરવાર થયું હતું કે, બંને ટીમ વચ્ચે વૈભવની ઇનિંગનો જ ફર્ક હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here