SPORTS : શું ગંભીરે કોહલીને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા મજબૂર કર્યો? BCCI સેક્રેટરીનો મોટો ખુલાસો

0
8
meetarticle

રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટા ખેલાડીઓમાંથી એક છે. જ્યારે ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ એવી અફવાહ ઉડી રહી છે કે, રોહિત-વિરાટને ટીમ ઈન્ડિયાથી બહાર કરવા જોઈએ. જ્યારે કેટલાક લોકોનું તો કહેવું છે કે, ગંભીરે જ વિરાટ કોહલીને ટેસ્ટમાંથી નિવૃતિ લેવા માટે મજબૂર કર્યો. આ મામલે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ મોટો ખુલાસો કર્યો છે. 

‘વિરાટ-ગંભીર વચ્ચે બધુ બરાબર છે’

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ સ્પષ્ટ જણાવ્યું કે, ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે બધુ બરાબર છે. તેમણે કહ્યું કે, “મે ક્યારે તેઓને લડતાં જોયા નથી. તેમના વચ્ચે સારા સંબંધ છે. લોકોને તેવુ લાગતું હશે પરંતુ વિરાટ હંમેશાથી ટીમ સાથે છે. ગંભીર પણ અહીં જ છે. તમે ક્યારેય જોયું છે કે, વિરાટ કોહલી ટીમનો ભાગ નથી?”વિરાટના ટેસ્ટમાંથી નિવૃત્તિના સવાલ પર સૈકિયાએ કહ્યું કે, “કોઈપણ કોહલીના લેવલના ખેલાડીની આ પ્રકારનો નિર્ણય લેવા માટે મજબૂર નહીં કરી શકતું. તે સાધારણ ખેલાડી નથી. તે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી છે. બોર્ડ કોઈ પ્લેયરના કરિયરમાં દખલગીરી નથી કરતું.”રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ નિવૃત્તિ પછી તેમના ODI ભવિષ્ય અંગે પ્રશ્નો ઉભા થયા હતા. એવા અહેવાલો સામે આવ્યા હતા કે, હેડ કોચ ગૌતમ ગંભીર તેમને ODI ટીમમાં જોવા માંગતા ન હતા. BCCI સેક્રેટરીએ સ્પષ્ટતા કરી હતી કે, ગંભીરે મિટિંગમાં ક્યારેય કંઈપણ ઉલ્લેખ કર્યો નથી અને આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. સૈકિયાએ કહ્યું, “ઘણા લોકો ખોટી વાતો લખે છે. અમે આ બાબતો પર ટિપ્પણી નહીં કરીએ. અમને આવું કંઈ દેખાતું નથી. મિટિંગમાં ક્યારેય આવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી.”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here