હાલમાં સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી અહલાવત વચ્ચે અફેરના સમાચાર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સહેવાગ અને આરતીએ થોડા મહિના પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંને છેલ્લા કેટલાક સમયથી અલગ રહી રહ્યા છે અને ટૂંક સમયમાં છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

મિથુન મન્હાસ વીરેન્દ્ર સહેવાગનો જૂનો મિત્ર છે અને તાજેતરમાં જ BCCIના નવો અધ્યક્ષ બન્યો છે. ત્યારબાદથી તેનું નામ આરતી અહલાવત સાથે જોડવામાં આવી રહ્યું છે. 2025માં રોજર બિન્નીના રાજીનામા બાદ મિથુન મન્હાસે BCCI અધ્યક્ષનું પદ સંભાળ્યું. આ અફવાએ ત્યારે જોર પકડ્યું જ્યારે પત્રકાર અભિષેક ત્રિપાઠીએ 7 ઓક્ટોબર 2025ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી. તેણે પોતાની પોસ્ટમાં 2009ના વિવાદનો ઉલ્લેખ કર્યો જેમાં ક્રિકેટર મુરલી વિજય અને દિનેશ કાર્તિક સામેલ હતા. આ પોસ્ટ દ્વારા તેણે સંકેત આપ્યો કે, આવી જ સ્થિતિ ફરીથી સર્જાઈ શકે છે. અભિષેકની પોસ્ટ કલાકોમાં જ વાઈરલ થઈ ગઈ અને તેના પર લાખો વ્યૂઝ આવ્યા.
આ અફવાઓને વધુ હવા ત્યારે મળી જ્યારે ચાહકોએ જોયું કે વીરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવતના બંને પુત્રો સોશિયલ મીડિયા પર મિથુન મન્હાસને ફોલો કરે છે. આ ઉપરાંત 2021ની એક જૂની તસવીર પણ ફરીથી ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે જેમાં આરતી અને મિથુન મન્હાસ એકસાથે નજર આવી રહ્યા છે. આ તસવીરે લોકોની શંકાઓને વધુ વેગ આપ્યો છે. જોકે, સેહવાગ, આરતી કે મિથુન મન્હાસે આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. હાલમાં, આ અફવાઓના કોઈ નક્કર પુરાવા નથી.

