SPORTS : સુપર-8 પહેલા જ આ 5 કારણોના લીધે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું!

0
11
meetarticle

ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં સતત ચાર જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ શાનદાર દેખાવ કર્યો છે. +2.500 ના સર્વોચ્ચ નેટ રન રેટ સાથે ભારત સુપર-8માં પહોંચ્યું છે, પરંતુ આ જીતના આંકડાઓની પાછળ કેટલીક એવી ખામીઓ છુપાયેલી છે જે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમો સામે ભારે પડી શકે છે.

  1. અભિષેક શર્માનું કથળતું ફોર્મ

ટૂર્નામેન્ટ પહેલા જેમને ‘એક્સ-ફેક્ટર’ માનવામાં આવતો હતો, તે અભિષેક શર્મા અત્યાર સુધીનો સૌથી ફ્લોપ ખેલાડી રહ્યો છે. પાવરપ્લેમાં આક્રમક બેટિંગ માટે જાણીતો અભિષેક અમેરિકા સામે શૂન્ય પર આઉટ થયો અને ગત સાત ઇનિંગ્સમાં પાંચ વખત તે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે, પહેલા જ બોલે બાઉન્ડ્રી મારવાની લાલચ તેને નડી રહી છે.

2 તિલક વર્માનો સંઘર્ષ

નંબર 3 પર ભારતનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન ગણાતો તિલક વર્મા અત્યારે રન બનાવવા માટે ઝઝૂમી રહ્યો છે. નેધરલેન્ડ સામે 27 બોલમાં 31 અને પાકિસ્તાન સામે 24 બોલમાં 25 રન જેવી ધીમી ઇનિંગ્સને કારણે અન્ય બેટ્સમેનો પર દબાણ વધી રહ્યું છે. ઈજા બાદ પરત ફરેલા તિલકની આ ધીમી ગતિ સુપર-8માં ભારતને પાવરપ્લેનો ફાયદો લેતા રોકી શકે છે.

  1. સ્પિન સામે બેટ્સમેનો લાચાર

આશ્ચર્યજનક રીતે, ભારતીય બેટ્સમેનો સ્પિનરો સામે સંઘર્ષ કરતા દેખાયા છે. અમેરિકાના મોહમ્મદ મોહસીનથી લઈને નામીબિયાના ગેરહાર્ડ ઇરાસ્મસ (4 વિકેટ) સુધીના સ્પિનરોએ ભારતીય સ્ટાર્સને મુશ્કેલીમાં મૂક્યા છે. નેધરલેન્ડના આર્યન દત્તે પણ પોતાની સ્પિનથી ભારતની આ નબળાઈને ખુલ્લી પાડી દીધી છે.

4. ડેથ ઓવર્સમાં નબળી બોલિંગ

નેધરલેન્ડ જેવી ટીમે છેલ્લી 4 ઓવરમાં 51 રન ફટકારી દીધા, જે ભારતની ડેથ ઓવર બોલિંગ પર સવાલ ઉઠાવે છે. પૂર્વ બોલર મોહિત શર્માના મતે, મજબૂત ટીમો સામે છેલ્લા ઓવરોમાં રન રોકવા ભારત માટે મોટો પડકાર બની રહેશે.

5. ફિલ્ડિંગમાં બેદરકારી

પાકિસ્તાન સામે ભારતે 4 કેચ છોડ્યા હતા અને આ સિલસિલો નેધરલેન્ડ સામે પણ ચાલુ રહ્યો હતો. સુપર-8 જેવા મોટા સ્ટેજ પર એક કેચ છોડવો આખી મેચ ગુમાવવા સમાન સાબિત થઈ શકે છે.

સુપર-8 શિડ્યુલ:

ભારત હવે 21 ફેબ્રુઆરીથી શરૂ થતા સુપર-8માં ગ્રુપ-1 માં છે, જ્યાં તેની ટક્કર દક્ષિણ આફ્રિકા (22 ફેબ્રુઆરી), વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે થશે. જો ટાઈટલ ડિફેન્ડ કરવું હોય, તો સૂર્યકુમાર યાદવે આ નબળાઈઓ વહેલી તકે દૂર કરવી પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here