SPORTS : 148 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં લખાશે નવો અધ્યાય! તેંડુલકરનો મહારેકોર્ડ તોડવાની તૈયારીમાં વિરાટ કોહલી

0
46
meetarticle

ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી વિરાટ કોહલી રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં ઉતરવાની સાથે જ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શકે છે. આ મેચ માત્ર સાત મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વાપસીની જ નહીં, પરંતુ 148 વર્ષ જૂના ક્રિકેટના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખવાની પણ તક છે.

36 વર્ષીય પૂર્વ કેપ્ટન કોહલી હવે એક એવા વર્લ્ડ રેકોર્ડથી માત્ર એક સદી દૂર છે, જેને આજ સુધી કોઈએ તોડ્યો નથી. આ રેકોર્ડ છે ક્રિકેટના કોઈ એક ફોર્મેટમાં સૌથી વધુ સદીઓ ફટકારવાનો

સચિન સાથે બરાબરી પર વિરાટ

વિરાટ કોહલી હાલમાં 51 વનડે સદીઓ ફટકારી ચૂક્યા છે. આ સાથે તેમણે મહાન બેટર સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારી છે. જો કોહલી ઓસ્ટ્રેલિયા સામેની આ સીરિઝમાં વધુ એક સદી ફટકારે છે, તો તે દુનિયાના પહેલા એવા બેટર બની જશે, જેણે કોઈ એક ફોર્મેટમાં 52 સદી ફટકારી હોય. ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ ખેલાડીઓએ કોઈ એક ફોર્મેટમાં 50+ સદી ફટકારી છે, અને તે છે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી.

જો કોહલી પોતાનું ફોર્મ જાળવી રાખે, તો ક્રિકેટ વિશેષજ્ઞો માની રહ્યા છે કે તેઓ આવનારા વર્ષોમાં સચિન તેંડુલકરના 100 આંતરરાષ્ટ્રીય સદીના મહારેકોર્ડ તરફ પણ આગળ વધી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here