SPORTS : 15 બોલમાં ફિફ્ટી છતાં વૈભવ સૂર્યવંશીને ન મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, કોણે મારી બાજી?

0
15
meetarticle

IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે પોતાની પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશીએ ધમાકો કરી દીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે  વૈભવે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતા માત્ર 17 બોલમાં 52 રનોની ધમાકેદાર ઈનિંગ રમી અને માત્ર 15 બોલમાં જ ફિફ્ટી  ફટકારી દીધી હતી.  પોતાની આ ઈનિંગમાં વૈભવે 5 છગ્ગા અને 4 ચોગ્ગા પણ ફટકાર્યા, પરંતુ તેમ છતાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ન મળ્યો. જોકે, પ્લેયર ઓફ ધ મેચ છોડીને વૈભવને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ, સુપર સિક્સ ઓફ ધ મેચ અને સુપર ફોર ઓફ ધ મેચની ટ્રોફી ચોક્કસ મળી.

આ ખેલાડીએ મારી બાજી

CSK સામેની મેચમાં રાજસ્થાનના ફાસ્ટ બોલર નાંદ્રે બર્ગરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેણે પોતાની ચાર ઓવરમાં 26 રન આપીને સંજુ સેમસન અને આયુષ મ્હાત્રેની વિકેટ ખેરવી હતી. નાંદ્રે બર્ગરની આ શરૂઆતની સફળતાના કારણે જ CSKની ટીમ પાવર પ્લેમાં જ બેકફૂટ પર આવી ગઈ, જેના કારણે તેઓ વાપસી ન કરી શક્યા. આ જ કારણ છે કે વૈભવ સૂર્યવંશીને બદલે નાંદ્રે બર્ગરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

રાજસ્થાન રોયલ્સની 8 વિકેટે આસાન જીત

બીજી તરફ CSK સામેની મેચની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે 8 વિકેટથી જીત હાંસલ કરી છે. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને CSKને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. CSKની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને પાવર પ્લેમાં જ તેણે પોતાની 4 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ રાજસ્થાનની ટીમે CSKને વાપસીની એક તક ન આપી. જોકે, ખરાબ શરૂઆત છતાં નંબર 8ના બેટ્સમેન જેમી ઓવરટનની  43 રનોની સંઘર્ષપૂર્ણ ઈનિંગના કારણે CSK 127 રન સુધી પહોંચવામાં સફળ રહી. CSKના આ સ્કોરના જવાબમાં રાજસ્થાને માત્ર 12.1 ઓવરમાં 128 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. રાજસ્થાન માટે વૈભવ ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ 36 બોલમાં અણનમ 38 રનની ઈનિંગ રમી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here