Sports : BCCIએ કરી મોટી જાહેરાત, આ દિવસે 5 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનું કરવામાં આવશે સન્માન

0
12
meetarticle

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2026 જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક જીતથી દેશભરમાં સેલિબ્રેશનનો માહોલ છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટી જાહેરાત કરી છે.

BCCI 15 માર્ચ રવિવારના રોજ નવી દિલ્હીમાં તેના વાર્ષિક એવોર્ડ સેરેમની “NAMAN”નું આયોજન કરી રહ્યું છે, જ્યાં છેલ્લા 2 વર્ષમાં ભારત માટે ICC ટ્રોફી જીતનારી 5 ટીમોનું સન્માન કરવામાં આવશે. આમાં પુરુષો, મહિલા અને જુનિયર લેવલની ટીમોનો સમાવેશ થાય છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ પોતે આ જાહેરાત કરી હતી.

આ 5 વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમોનું સન્માન કરવામાં આવશે

BCCI સચિવ દેવજીત સૈકિયાએ મંગળવારે IANSને જણાવ્યું હતું કે “ICC ટુર્નામેન્ટ જીતનાર ભારતીય ટીમો, તેમના કોચ અને ખેલાડીઓ સાથે, 15 માર્ચે નવી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવશે.” દેવજીત સૈકિયાના જણાવ્યા મુજબ આ સેરેમનીમાં આ બધી ટીમોની સફળતાનું સેલિબ્રેશન કરવામાં આવશે. ખેલાડીઓની સાથે કોચ અને સપોર્ટ સ્ટાફનું પણ સન્માન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં T20 વર્લ્ડકપ 2024, વિમેન્સ વર્લ્ડકપ 2025, અંડર-19 વિમેન્સ વર્લ્ડકપ, અંડર-19 મેન્સ વર્લ્ડ કપ અને T20 વર્લ્ડકપ 2026 જીતનાર ભારતીય ટીમોનું સન્માન કરવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ટીમને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.

રોહિત-વિરાટ જેવા દિગ્ગજ ખેલાડીઓ હાજર રહેશે

આ ગ્રાન્ડ BCCI કાર્યક્રમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ જોવા મળશે, જેમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની વિમેન્સ વર્લ્ડકપ વિજેતા ટીમ પણ સામેલ થશે. આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ ધરાવતી અંડર-19 પુરુષ વર્લ્ડકપ વિજેતા ટીમ પણ સેરેમનીનો ભાગ બનશે. વધુમાં શેફાલી વર્માની આગેવાની હેઠળની અંડર-19 વિમેન્સ વર્લ્ડકપ વિજેતા ટીમ પણ હાજર રહેશે.

મીડિયા રિપોર્ટ મુજબ આ કાર્યક્રમ દિલ્હી એરપોર્ટ નજીક એક ફાઈવ સ્ટાર હોટલમાં યોજાશે, જેનાથી ખેલાડીઓ ત્યાંથી સરળતાથી તેમની IPL ટીમોમાં જોડાઈ શકશે. IPL 2026 28 માર્ચે શરૂ થવાનું છે અને તેનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here